108 ની જેમ હવે સિંહોને એબ્યુલન્સમાં સારવાર મળશે

  • પાલિતાણા શેત્રુંજી ડીવીઝન દ્વારા એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી

રાજુલા,
માનવી માટે સરકાર દ્વારા 108 અપાય છે તે જ રીતે વન્યપ્રાણી એશિયાટિક સિંહ માટે રાજય સરકાર દ્વારા એમ્બ્યુલન્સ અપાય રહી છે અહીં પાલીતાણા શેત્રુંજી ડીવીઝન ના ડી.સી.એફ નિશા રાજ ના નેતૃત્વ હેઠળ જાફરાબાદ રેન્જ મા સિંહો માટે એમ્બ્યુલન્સ ફાળવી છે અહીં સિંહો ઈમરજન્સી બીમાર પડે અથવા તો કોઈ ઇનફાઇટ જેવી બાબત મા ગંભીર ઇજા ઘાયલ થશે તો ઇમરજન્સી મા આ એમ્બ્યુલન્સ મા રેસ્ક્યુ ઓપરેશન કરી એમ્બ્યુલન્સ મારફતે સારવાર મળશે 108 મા જે રીતે માણસ ની સારવાર થાય એજ રીતે સિંહ પરિવાર ની પણ સારવાર થશે જ્યારે એમ્બ્યુલન્સ ફાળવતા અહીં ના વનવિભાગ ના ઓફિસરો કર્મચારી ઓ મા પણ ઉત્સાહ સાથે ઉમંગ જોવા મળી રહ્યો છે કેમ કે ગંભીર રીતે ઘવાતા સિંહો ને હવે તાત્કાલિક સારવાર મળી જશે વનવિભાગ માટે પણ ઝડપી કામગીરી થશે જેથી વનવિભાગ ને પણ ઘણી મોટી રાહત મળશે સાથે સાથે જાફરાબાદ રેન્જ મા રેવન્યુ વિસ્તાર ખૂબ મોટો છે ઉધોગ ગૃહો અને આસપાસ પણ મોટી સંખ્યા મા સિંહો નો વસવાટ છે તેવા સમયે ભૂતકાળ મા જાફરાબાદ તાલુકા મા માર્ગ અકસ્માત મા અનેક સિંહો ઘાયલ અને મોત ને પણ ભેટ્યા છે ત્યારે આવી ઘટના ઓ મા પણ આ સિંહ માટે ઇમરજન્સી એમ્બ્યુલન્સ ઘણી ફાયદાકારક સાબિત થાય તેવી શકયતા મનાય રહી છે એમ્બ્યુલન્સ સાથે એક ડોકટર પણ હાજર થશે સાથે એમ્બ્યુલન્સ મા સિંહ અંદર પુરાશે ત્યાર થી રસ્તા વચ્ચે સારવાર શરૂ થય જશે જેથી એશિયાટિક સિંહો ની સારવાર જલ્દી અને સિંહો ને ભચાવી પણ શકાશે.