અમરેલી,
અમરેલી એસ. ઓ.જી. પો.ઇન્સ. શ્રી એસ.જી.દેસાઇની રાહબરી હેઠળ પોલીસ સબ ઈન્સ્પેક્ટરશ્રી કે.ડી.હડીયા તથા એન.બી.ભટ્ટ તથા એસ.જી.ઓ.ટીમ આજરોજ તા.05/09/2023 નાં રોજ વહેલી સવારથી જન્માષ્ટમીનાં તહેવાર નિમિત્તે અમરેલી શહરે વિસ્તારમાં પેટ્રોલીંગ હતા તે દરમિયાન ખાનગી બાતમી રાહે હકિકત મળેલ કે અમરેલી જુની જેલનાં ગેઇટ પાસેથી ચોરી અથવા છળ કપટથી મેળવેલ મોટર સાયકલ સાથે 25 થી 30 વર્ષનો એક ઈસમ ગ્રે કલરનું ટી-શર્ટ અને બ્લેક કલરનું લોવર પહેરેલ છે અને લાંબી દાઢી રાખેલ છે અને તે એવીનેસ મોટર સાયકલ નંબર પ્લેટ વગરનું લઇને પસાર થનાર હોય જે અનુસંધાને એસ.ઓ.જી.ટીમ વોચ રહેલ હોય મજકુર ઈસમ ઉપરોક્ત બાતમીવાળી જગ્યાએથી પસાર થતા તેને કોર્ડન કરી સધન પુછપરછ દરમિયાન સબીર ઉર્ફે ચીની યુનુશભાઇ કુરેશી ઉવ.27, ધંધો-મજુરી, રહે.અમરેલી, જુમા મસ્જીદ પાસે, ખત્રી વાડ, તા.જિ.અમરેલીપાસેથી 15 જેટલી અલગ-અલગ કંપનીની ટુ-વ્હીલર ગાડીઓ કોઇ આધાર પુરાવા કે રજીસ્ટ્રેશન સંબિધત કાગળો વગર મળી આવેલ છે. પકડાયેલ આરોપીની પુછપરછ દરમિયાન ચોંકાવનારી હકિકત સામે આવેલ છે. મજકુર આરોપી અમદાવાદનાં રહીશ આદીલ અબ્દુલહાબીઝ શેખ રહે.1441 જયસીંગ દહેલુ દરિયાપુર અમદાવાદવાળા મારફતે ફાઇનાન્સમાં અન્ય વ્યક્તીઓનાં નામે ડોક્યુરમેન્ટ આપી ડાઉન પેમેન્ટ ભરી શો-રૂમમાંથી ન્યુ ટુ-વ્હીલર ગાડી છોડાવી તે ટુ વ્હીલર ગાડી પકડાયેલ આરોપીને વોટ્સએપમાં ફોટા મોકલી સસ્તા ભાવમાં આપતો હતો અને પકડાયેલ આરોપી અહી અમરેલી ટુ-વ્હીલર ગાડીઓ લાવી આ ટુ-વ્હીલર ગાડીઓ આજુ-બાજુનાં તાલુકાઓમાં કોઇપણ આર.સી.બુક કે આધાર પુરાવા કે ર10 સબંધિત ડોક્યુમેન્ટ વગર તદ્દન નજીવા ભાવે વહેંચી નાખતો .