1200 આશાવર્કર માટે કીટ તૈયાર કરતા શ્રી કાનાબાર,શ્રી સોજીત્રા

અમરેલી,લોકડાઉન શરૂ થતા જ સૌશ્યલ મીડીયામાં મેસેજ મુકી સહાય એકઠી કરી અમરેલીમાં યુનિક આઇડીયા અને કામ માટે જાણીતા ડૉ. ભરતભાઇ કાનાબાર તથા શ્રી પી.પી. સોજીત્રાએ શહેરના મધ્યમ વર્ગના લોકો માટે અનેક સેવાભાવી અને કામ કરતા યુવાનોની સહાયથી રાશન કીટ બનાવીને અમરેલીમાં 3700 પરિવારને મદદ પહોંચાડી હતી.તેમની આ અવિરત સેવા ચાલુ હતી તેવા સમયે ડૉ. કાનાબાર સરકારી તંત્રના સંકલનમાં પણ હોય તેમણે આ વખતે સરકારે ગરીબોને મફત અનાજ અને તેમના ખાતામાં એક એક હજારની રોકડ નાખી સારી તકેદારી રાખી હોવાથી સરકારે તેમનું કામ કર્યુ અને શહેરના અનેક નામી-અનામી સેવાભાવીઓની સહાયથી ડૉ. કાનાબાર અને શ્રી પીપી સોજીત્રા મધ્યમ વર્ગ કે જેમનો પગાર ચારથી આઠ દસ હજાર હોય તેને મદદરૂપ થવામાં નિમીત બન્યાનો સ્વભાવીક જ સંતોષ વ્યકત કરી રહયા હતા ત્યારે જેના કારણે કોરોના અમરેલીમાં પગ નથી મુકી શકયો તેવા દીર્ધ દ્રષ્ટા અને જેમના હદયમાં સર્વ માટે સંવેદના છે અને તેમની ચકોર દ્રષ્ટી ચારે તરફ છે તેવા કલેકટરશ્રી આયુષકુમાર ઓક એ ડૉ. કાનાબારનું ધ્યાન દોર્યુ હતુ કે, જેમનો પગાર સાવ બે હજાર રૂપિયા જ છે એવી આશા વર્કર બહેનો કે જેમની સંખ્યા જિલામાં 1200 જેટલી છે તેને પણ આ મદદ મળે તો તમામ લોકો સુધી આ સહાય પહોંચીે ગઇ કહેવાય.
અને ગણત્રીની મીનીટોમાંજ ડૉ. કાનાબાર તથા શ્રી સોજીત્રાએ અમરેલી જિલ્લા કામ કરતા કુલ 1200 જેવા આશા વર્કર બહેનો કે જેઓ એકદમ નજીવા વેતન થી કામ કરે છે
તેમના માટે તૈયારીઓ શરૂ કરતા ઉપરોક્ત બંને મહાનુભાવો નાં જડબેસલાક આયોજન અને નિસ્વાર્થ નીતિ ના કારણે અમરેલી નાં ઘણા ઉદાર અને સેવાભાવી લોકો નાણાકીય સહયોગ માટે આગળ આવ્યા છે અને તેમા આજે દીકરા ના ઘર” ના વધુ એક બા તરફ 25 હજારની સહાય મળી હતી. આ ઉપરાંત શ્રીમતી દમયંતીબેન અજીતભાઈ સંઘવી એ ડો. કાનાબારનો સંપર્ક કરીને એમના હાલ નાં આંગણવાડી અને આશા વર્કર બહેનો માટે કીટ વિતરણ ના સેવાયજ્ઞ માં સહાય આપવાની ઈચ્છા વ્યક્ત કરી હતી શ્રી કમલેશ ગરાણીયાના માધ્યમથી રૂ. 15000 નો ચેક મોકલી આપેલ મૂળ અમરેલી નાં એવા શ્રીમતી દમયંતીબેન હાલ મુંબઈ છે
તેમજ શિક્ષક તરીકે નિવૃત્ત થયા બાદ હાલ માં પતંજલિ માં યોગ શિક્ષક તરીકે સેવા પણ આપે છે અને થોડા સમય માટે જ અમરેલી ” દીકરાના ઘર ” માં આવેલા છે 78 વર્ષ ની ઉમર માં પણ પતંજલિ યોગ દ્વારા અહીંયા પણ વૃદ્ધ લોકો ના સ્વાસ્થ્ય માટે સેવારત છે આવા નિસ્વાર્થ સેવાયજ્ઞ થી પ્રેરાઈ ને મદદ આપનાર “બા” એ લોકો ને પણ આ સેવાકીય કાર્ય માં વધુ સહયોગ કરવાની અપીલ કરી છે. કામ કરતો જા હાકલ મારતો જા મદદ તૈયાર છેની કહેવત અહી સાચી ઠરી છે એક પણ ક્ષણનો વિલંબ કર્યા વગર ચાલતા ડૉ. કાનાબાર અને શ્રી પીપી સોજીત્રાના સેવાયજ્ઞને લોકો નહી ભુલે.
તા. 28ના મંગળવા2ે અમ2ેલી તાલુકાના બાકી 2હેતાં – ચિત્તલ, મોણપુ2, શેડુભા2, હ2ીપુ2ા, મોટા માચીયાળા, નાના માચીયાળા, નવા ગી2ીયા, જૂના ગી2ીયા, બક્ષીપુ2 ભુતિયા, માંગવાપાળ, વરૂડી, વેણીવદ2, પીપળલગ, દહિંડા, 2ાંઢીયા, 2ીકડીયા, નાના ભંડા2ીયા, સાંગાડે2ી, નાના આંકડીયા, માલવણ, મોટા આંકડીયા, કાઠમા, વડે2ા, 2ંગપુ2 એમ મળી કુલ 2પ ગામોમાં એક પિ2વા2ને 10 દિવસ સુધી ચાલે તેટલા 2ાશનની કીટોનું વિત2ણ ક2ાયું હતું.
આ વિત2ણ બાદ હવે અમ2ેલી શહે2 અને તાલુકાની મળી 2પ0 થી પણ વધુ આંગણવાડીના પ00 થી પણ વધા2ે વર્ક2 અને હેલ્પ2ોને આ કીટ અપાય ચુકી છે.
હિ2ામોતી ચોક પટેલ વાડીમાં ક2ાયેલ આ વિતણમાં જયેશભાઈ ટાંક, ચેતનભાઈ 2ાવળ, વિપુલભાઈ ભટૃી, કમલેશભાઈ ગ2ાણીયા, ભ2તભાઈ કાનાણીની ટીમે મહત્વનો ભાગ ભજવ્યો હતો.