183માં લોકલ કેસ માત્ર 17 : ચાવંડમાં કોવિડ-19 હોસ્પિટલ ઉભી કરવા તજવીજ

  • સુરત, મુંબઇ, અમદાવાદથી આવતા ઉતારૂઓમાં દર્દી મળે તો ચાવંડમાં જ સારવાર મળે
  • માર્ગ મકાન વિભાગને ચાવંડ હોસ્પિટલની બિલ્ડીંગ ચકાસી રિપોર્ટ કરવા હુકમ કરતા કલેકટરશ્રી આયુષ ઓક

અમરેલી,
અમરેલી જિલ્લામાં કોરોના પોઝિટિવના 183 કેસ માંથી માત્ર 17 કેસ જ સ્થાનિક છે બાકી તમામ કેસ સુરત, મુંબઇ, અમદાવાદ જેવા બહારના સ્થળોએથી આવેલા હોય ચેકપોસ્ટ શરૂ કરાઇ રહી છે અને સાથે સાથે ચાવંડમાં આવેલી અને જેમનું ખાતમુહુર્ત પુર્વ વડાપ્રધાન શ્રીમતી ઇંન્દિરા ગાંધીએ કર્યુ હતુ તે હોસ્પિટલની બિલ્ડીંગમાં જ કોવિડ-19 હોસ્પિટલ શરૂ કરવાની શક્યતા ચકાસવા માટે આજે કલેકટરશ્રીએ ચાવંડની મુલાકાત લીધી હતી.
અને અહીં હોસ્પિટલ બિલ્ડીંગ માટે સબંધીત તંત્રને રિપોર્ટ કરવાનો આદેશ કર્યો હતો આ હોસ્પિટલ મુળ ટીબી હોસ્પિટલ હતી હાલમાં તે બંધ હાલતમાં છે ઉંચાઇ ઉપર આવેલી આ હોસ્પિટલની વિશાળ જગ્યા છે.