19મી એ જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતીની બેઠક

જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતીના અધ્યક્ષ કલેકટરશ્રી આયુષ ઓક દ્વારા સાંસદ તથા ધારાસભ્યોને 19મી એ બેઠક યોજવાની જાણ કરી દેવામાં આવી

અમરેલી,કોવિડના સમયે વિકાસ કામો અટકી ન જાય તે માટે જાગૃત અને સીનીયર ધારાસભ્ય શ્રી વિરજીભાઇ ઠુંમરની રજુઆત બાદ 19મી એ અમરેલી જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતીની બેઠક યોજાનાર હોવાનું જાણવા મળેલ છે.જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતીના અધ્યક્ષ કલેકટરશ્રી આયુષ ઓક દ્વારા સાંસદ તથા ધારાસભ્યોને 19મી એ બેઠક યોજવાની જાણ કરી દેવામાં આવી હોવાનું જાણવા મળેલ છે અને આ બેઠકમાં ગત બેઠકની કાર્યવાહીને બહાલી આપવા અને લોક પ્રતિનિધિઓેના પ્રશ્ર્નોની ચર્ચા કરાશે : કલેકટર કચેરી ખાતે મિટીંગ રૂમમાં બેઠકનું આયોજન કરાયું છે.