1921/22માં પ્લેગે અમરેલી પંથકમાં 12 લોકોનો ભોગ લીધો હતો

આપણા દેશમાં અને આપણા અમરેલી વિસ્તારમાં જુના જમાનામાં કોરોના જેવી જ ભયાનક મહામારીઓ આવતી હતી અને વગર દવાએ લોકો મહામારીને પરાસ્ત કરતા હતા અને ત્યારે પણ રોગને કાઢવા માટે કારગત પધ્ધતી લોક ડાઉન જ હતી તેમ અમરેલી જિલ્લાના કેળવણીકાર શ્રી મનજીબાપા તળાવિયાએ અવધ ટાઇમ્સને જણાવ્યુ હતુ.લોક ડાઉનની પધ્ધતી જુના જમાનામાં કેવી હતી ? તે જોતા પહેલા શુ બન્યુ હતુ તેની વિગતો જોઇએ.
અત્યારે કોરોનાએ વિશ્ર્વમાં દસ હજાર કરતા વધારે લોકોનો ભોગ લીધો છે અને આ આંકડો હજુ વધી રહયો છે જનપદો ધ્વંશ એટલે કે ગામના ગામ મારી નાખતી આ મહામારી 13 અને 14મી સદીમાં એવી વકરી હતી કે યુરોપમાં 200 મીલીયન જેટલા લોકોનો ભોગ લીધો હતો અને ત્યા ઘટી ગયેલી વસ્તી પુર્વવત થતા 200 વર્ષ લાગ્યા હતા. ત્યાર બાદ અઢારમી અને ઓગણીશમી સદીમાં મહામારી આવી હતી.
અઢારમી સદીમાં અમરેલી વડોદરા રાજયના તાબામાં હતુ અને અવધ ટાઇમ્સે વડોદરા રાજયના જુના રિર્પોટોમાં તપાસ કરતા તેમા મહામારી દરમિયાન અમરેલીની નોંધ પણ સામે આવી હતી.
1921/22માં પ્લેગે અમરેલી પંથકમાં 12 લોકોનો ભોગ લીધો હોવાની વિગતો સામે આવી હતી 1896ના નવેમ્બર માસમાં ગાયકવાડી તાબાના અમરેલી શહેર અને અમરેલીના તાબામાં આવતા ઓખા મંડળ એટલે કે દ્વારકા અને ઓખામાં પ્લેગ આવેલ હોવાની નોંધ છે.
1921/22માં ફાટી નિકળેલા પ્લેગના રોગચાળા દરમિયાન પ્લેગના કુલ 16 કેસો નોંધાયા હતા 1922માં અમરેલી વિસ્તારમાં નોંધાયેેલા 16 કેસોમાંથી અમરેલી પ્રાંતમાં 12 કેસો જીવલેણ સાબીત થયા હતા અને ત્યાર પછીના વર્ષ દરમિયાન પણ સવા બસો જેટલા કેસો નોંધાયા હતા આ સીલસીલો જયા અમરેલીવાસીઓ વસે છે તેવા સુરતમાં 25 વર્ષ પહેલા જોવા મળ્યો હતો અને ત્યારે ટેટ્રાસાયકલીન નામની પ્લેગ વિરોધી ગોળી સૌ એકત્ર કરતા હતા ત્યારે સુરતમાં 50 જેટલા મોત થયા હતા જો કે આ મહામારી તરત કાબુમાં આી ગઇ હતી. દેશની સાથે સાથે અમરેલીએ બે સદીમાં આવેલી અનેક મહામારીનો સામનો હીંમતભેર કર્યો છે ચાંચડ અને ઉંદરને કારણે આવેલા પ્લેગમાં દર્દીને ગાંઠ થતી અને ગાંઠ ફુટે ત્યારે દર્દીનંઉ મોત થતું હતુ આજે તો કોરોના સામે એઇડસ,મલેરીયા, સ્વાઇન ફલુની દવા અજમાવાય છે પણ એ જમાનામાં આવી કોઇ દવા ન હતી એટલે લોકો દરિયામાં પેદા થતી કોડીને બાળી અને તેની રાખનો દવા તરીકે ઉપયોગ કરતા હતા આ રોગને હરાવવા માટે ત્યારે પણ લોક ડાઉન સીસ્ટમ હતી કેવી હતી આ સીસ્ટમ તેની વિગતો આપતા શ્રી મનજીબાપા તળાવિયાએ જણાવેલ કે, ગામમાં રોગે હાહાકાર મચાવ્યો હોય અને રોગ કાબુમાં ન આવતો હોય ત્યારે અમરેલી પંથકના નાના ગામડાના લોકો ગામમાં આવેલા પોતાના મકાનો ધંધા મુકીઅ અને માલઢોર સાથે સીમમાં રહેવા ચાલ્યા જતા હતા સાથે દાણા લઇ જતા ચુલે રાંધી દુધ ઢોરને કારણે હોય લોકો પેટ ભરી લેતા પાણી પણ સીમમાં મળી જતું અને બે કે ચાર મહીને રોગચાળો શાંત થયે ગામમાં આવતા હતા.