1993ના મુંબઇ બ્લાસ્ટનું પગેરૂ અમરેલી સુધી પહોંચતા ખળભળાટ

અમરેલી,1993ની સાલમાં મુંબઇની ઝવેરી બજારમાં થયેલા શ્રેણીબધ્ધ બોમ્બ ધડાકાના સુત્રધાર ટાઇગર મેમણનો સાથીદાર ગણાતો મુનાફ હલારી ગયા રવીવારની રાત્રે મુંબઇ એરપોર્ટ ઉપર ગુજરાત એટીએસના પંજામાં સપડાઇ ગયો હતો અને આ મુનાફનો જન્મ અમરેલીમાં થયો હોવાના સમાચારે જિલ્લાભરમાં આજે દિવસભર પત્રકારોને દોડતા કરી દીધા હતા.
આ અંગેની વિગતો એવા પ્રકારની છે, મુંબઇ બ્લાસ્ટ વખતે ટાઇગર મેમણને ત્રણ નવા સ્કુટર લાવી આપી અને ધડાકા બાદ ફરાર થઇ ગયેલા મુનાફ હલારીને રવીવારે રાત્રે પાકીસ્તાની પાસપોર્ટ ઉપર દુબઇ જતા ગુજરાત એટીએસે પકડી પાડયો હતો એટીએસે પકડેલ મુનાફનો જન્મ અમરેલી થયો હોવાનું અને તેણે શિક્ષણ ઔરંગાબાદ લીધ્ાુ હોવાનું ખુલ્યું હતુ. મુનાફનો જન્મ અમરેલીમાં થયો હોવાની માહીતીથી જિલ્લાભરમાં ખળભળાટ મચી ગયો હતો પરંતુ આધારભુત વર્તુળોમાંથી જાણવા મળતી માહીતી અનુસાર મુનાફની માતા અમરેલીની હતી અને તે પોતાના પીયર આવી ત્યારે મુનાફનો જન્મ અમરેલીમાં થયો હોવાનું બહાર આવ્યુ છે જોકે મુનાફના મોસાળ સાથે પરિવાર પણ અમરેલીનો હોવાની શકયતા નકારાતી નથી મુનાફનું ઇન્ટ્રોગેશન શરૂ થાય ત્યારે તેની સાચી જનમકુંડળીે અને અમરેલી સાથેના કનેકશનની વિગતો બહાર આવે તેવી પુરી શકયતાઓ રહેલી છે.