2 કરોડનાં ચેકડેમ-તળાવ કામો ધારાસભ્ય પ્રતાપભાઇનાં સમયે થયા હતાં : કોંગ્રેસ અગ્રણી શ્રી મહેશભાઇ દેવાણી

અમરેલી,

પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાત ના સમય ના મંજુર થયેલા કામોનો જશ લેવા નીકળતા ધારાસભ્ય મહેશભાઈ કસવાળા તેવા આરોપ સાવરકુંડલા કોંગ્રેસ અગ્રણી નરેશભાઈ દેવાણી દ્વારા લગાવેલ છે કારણકે જે તે સમય માં ધારાસભ્ય હોય ત્યારે સરકાર દ્વારા ધારાસભ્ય વાઈઝ કામો મંજુર થાય છે. જેવા કે રંઘોળા થી સાવરકુંડલા 10 મીટર પહોળો રોડ કરવા માટે ધારાસભ્ય પ્રતાપ દુધાત દ્વારા તા. 06/10/2018 ના રોજ આ રોડની માંગણી કરેલ જેથી સરકાર શ્રી દ્વારા 70 કરોડ રૂપિયા ના કામો મંજુર કરેલ બાદમાં આવેલ એજન્સી દ્વારા હલકી ગુણવતા વાળા કામ કરતા તે એજન્સીને બ્લેક લીસ્ટ કરી આ કામ ફરીથી ટેન્ડર કરવામાં આવ્યું ચુંટણી હોવાના કારણે ટેન્ડર પ્રકિયા સમય લાગતા આ કામ હવે શરૂ થતા લોકોને ઊંધા ચશ્માં પેરાવવા માટે હાલ ના ધારાસભ્ય શ્રી આ રોડ નું ખાતમુહર્ત કરવા નીકળ્યા છે તેમ જણાવી આંબા થી જીરા સુધીનો પુલ 8 કરોડનો પૂર્વ ધારાસભ્ય મંજુર કરાવેલ હતો જેઓ પરંતુ સરકાર દ્વારા મંજુર થયેલ કામો બે વર્ષ ટેન્ડર પ્રકિયા માં કર્યા હોય જેથી ચુંટણી આવી જતા આ ચાલુ ધારાસભ્ય મહેશભાઈ દ્વારા આ રોડની કામ ફેરફાર કરાવી ને અન્ય જગ્યાએ કામો કરાવી આ હાલના ધારાસભ્ય થી સરકાર માંથી નવા જોબ નંબર ના મળતા જુના કામો ને અન્ય જગ્યાએ ફેરફાર કરાવીને પ્રેસનોટ આપીને આપીને લોકોને ગુમરાહ કરી રહેલ છે જેમાં પૂર્વ ધારાસભ્ય શ્રી પ્રતાપ દુધાત દ્વારા 8- કરોડ ના જોબ નંબર મંજુર કરાવ્યા પણ હ્કીકતમાં આ કામો જુના અને પ્રતાપ દુધાતના સમયના કામો હતા તે કામો રદ કારવીને અન્ય જગ્યાએ લઇ જઈને કામો કરાવ્યાની અને ખંભે ત્રિકમ અને પાવડા ઉપાડીને પોતાની વાહવાહ માટે પ્રેસનોટ આપી રહ્યા છે