2020 નું વર્ષનું બજેટ સર્જીકલ સ્ટ્રાઇક જેવું હશે : ભારતીય અર્થતંત્રના હવે સોનેરી દિવસો આવી રહયા છે : શ્રી નરેન્દ્રભાઇ ઝીંઝુવાડીયા

અમરેલી,દેશની બજાર અને વાણીજય પ્રવાહોના અને રોકાણ ક્ષેત્રના અભ્યાસુ એવા અમરેલીના અગ્રણી વેપારી અને એન. જે. સિકયુરીટીવાળા શ્રી નરેન્દ્રભાઇ ઝીંઝુવાડીયાએ અવધ ટાઇમ્સને જણાવ્યું હતું કે, નવા વરસનું આર્થિક બજેટ તા. 1 ફેબ્રુઆરી 2020 માં આપણા નાણા મંત્રી શ્રી સીતારમન રજુ કરશે. આજ દિવસે રેલ્વે બજેટ પણ રજુ થશે 2020 નું વરસ ભારતીય અર્થતંત્ર માટે સારા આર્થિક વિકાસની ભરપુર તક આપશે. નવુ બજેટ ખુબજ ઉદારતાવાદી રહેશે. નાના મધ્યમવર્ગ માટે ઇન્કમટેક્સ સ્લેબમાં રાહત મળશે. નાના ખેડુતો મજુરવર્ગ તેમજ સીનીયર માટે નવી યોજનાઓની પ્રસ્તુતી થશે.
ભારતીય રેલ્વે આ વરસે અકસ્માતનું પ્રમાણ ખુબજ ઓછુ થયેલ છે. રેલ્વેના આજ સુધીના ઇતિહાસમાં આ વરસમાં રેલ્વે અકસ્માતમાં એક પણ પ્રવાહી મૃત્યુ પામેલ નથી. જે ગૌરવપ્રદ ગણી શકાય છે.
રેલ્વેના વિકાસ માટે નવું મેનેજમેન્ટ બોર્ડ ઓફ ટ્રસ્ટીસ નિમણુક થશે. જેમાં ચેરમેન, વાઇસચેરમેન તથા 4 ટ્રસ્ટીની નિમણુક કરવામાં આવશે. ભારતીય રેલ્વેનો સર્વાગી વિકાસ જલ્દી થાય તે માટે મેનેજમેન્ટ યોગ્ય દિશામાં કરશે.રેલ્વેના 50 વરસથી મોટી ઉમરના કર્મચારીને સ્વૈચ્છીક નિવૃતી આપી નવા યંગસ્ટારની ભરતી કરવામાં આવશે.
ભારત વર્લ્ડ લીડર બનશે એશિયામાં ભારત એક શાંતિપુર્ણ અને પ્રગતિકારક રાષ્ટ્ર તરીકે ઉભરી આવશે. અમેરીકા અને ચીન વચ્ચે ટ્રેડવોરના હિસાબે અમેરીકા ભારત તરફ વધવા આગળ આવશે.જે ભારત માટે મોટી તક સાબીત થશે.યુરોપની વિખરાતી એકતાનો લાભ ભારત ઉઠાવી શકશે. બ્રેકઝીટ પછી યુરોપમાં જે એશોસીયન્સ અને ડિયોસીએશન્સ આકાર લેશે, જે ભારતના અર્થતંત્ર માટે વિકાસની નવી તક પુરી પાડશે.
પાંચ ટ્રીલીયન ડોલર ઇકોનોમી એટલે કે 350 લાખ કરોડ રૂપીયાની અર્થતંત્ર વ્યવસ્થા આવતા વર્ષોમાં ઉભી કરવાનો લક્ષ્યાંક આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ આપેલ છે. જે લક્ષ્યાંક સિધ્ધ કરવા હવેના બજેટ પ્રસ્તુત થશે તે ભારતીય અર્થવ્યવસ્થા ગ્રૌથ એંજીન તરીકે રજુ થશે અને શેરબજાર માટે ખુબજ પ્રોત્સાહક રહેશે. આવનારા બજેટમાં સ્ટીલ, ફાર્મા, સીમેન્ટ તથા સર્વીસ સેકટરને ખુબ લાભ થશે. તેમ અંતમાં શ્રી ઝીંઝુવાડીયાએ જણાવેલ હતુ.