Main Menu

Thursday, February 20th, 2020

 

મહુવાના શ્રી ભાવેશ પંડયાને ઇન્ટરનેશનલ એક્સેલેન્સી એવોર્ડ

સુરત,કોસાડ, રિલાયન્સ નગર સુરતમાં આવેલી રઘુકુળ વિદ્યાલયને શ્રેષ્ઠ શિક્ષણ આપતી સંસ્થા તરીકે, જીવનદીપ એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખશ્રી ધીરુભાઈ વેકરીયાને શ્રેષ્ઠ સમાજસેવી અને શિક્ષણ દાતા તરીકે અને રઘુકુળ વિદ્યાલયના પ્રિન્સિપાલશ્રી અને અવધ ટાઇમ્સના કટારલેખક ભાવેશભાઈ પંડ્યાને શ્રેષ્ઠ શિક્ષણ આયોજન, નવીનતા અને સામાજિક ઉમદા કાર્યો બદલ શનિવારે મુંબઈ ખાતે યોજાયેલા ભવ્ય સમારોહમાં ઇન્ટરનેશનલ એક્સેલેન્સી એવોર્ડ 2020 એનાયત થવા બદલ રવિવારે સવારે 08:00 કલાકે રઘુકુળ વિદ્યાલયના સ્ટાફ, વિદ્યાર્થીઓ, અમરોલી, કોસાડ અને સાયણના વાલીઓ, વેપારીઓ, પદાધિકારીઓ, અધિકારીઓ અને સમાજ શ્રેષ્ઠીઓ દ્વારા આ એવોર્ડ્સની ભવ્ય સન્માન યાત્રા કોસાડ ગાર્ડનથી રઘુકુળ વિદ્યાલય સુધી વિશાળ જનમેદની સાથે યોજાયેલ હતી. આ યાત્રા દરમિયાન ઊંટ ગાડીઓ, મોટર સાયકલ, ફોર વ્હિલરોના વિશાળ કાફલા સાથે હજારો લોકો રાસ-ગરબાની રમઝટ સાથે આ યાત્રામાં જોડાયા હતા.
તેમજ ઉત્સાહિત જનમેદનીએ ખુલ્લી જીપમાં બિરાજીત એવોર્ડ વિજેતાઓને 1500 કરતાં પણ વધારે ફૂલહાર પહેરાવીને યાત્રા દરમિયાન સન્માનિત કર્યા હતા. અને સમગ્ર રેલી દરમિયાન ફૂલોનો વરસાદ સતત ચાલુ રહેવા પામ્યો હતો. જ્યારે રીલાયન્સ નગર, શ્રીરામ નગર સોસાયટીની બહેનો અને દીકરીઓ તેમજ મનમંદિર વિદ્યાલયની વિદ્યાર્થીનીઓ રઘુકુળ વિદ્યાલયથી વાજતે ગાજતે શ્રીરામ ચોકડી સુધી 71 સામૈયા લઈને એવોર્ડને વધાવવા માટે ખૂબ જ સજી-ધજીને વાજતે ગાજતે ઉત્સાહભેર આવી પહોંચ્યા હતા. આ ભવ્ય યાત્રા અમરોલી વિસ્તારની વિસ્તારના ઇતિહાસમાં આ સુધીની સૌથી વધારે ઉત્કૃષ્ટ અને શ્રેષ્ઠ શિક્ષણ સાથે સંકળાયેલી યાત્રા પણ બની રહેવા પામી હતી.
યાત્રા બાદ એવોર્ડ વિજેતાઓનું રઘુકુળ વિદ્યાલયના મંચ પરથી વાલીઓ દ્વારા શાલ અર્પણ કરીને સન્માન કરવામાં આવ્યુ હતુ. જેમાં પણ 700 કરતાં પણ વધારે લોકોએ શાલ અર્પણ કરીને આ પ્રસંગને ઐતિહાસિક બનાવી દીધો હતો. આ તકે રઘુકુળ વિદ્યાલયની વિદ્યાર્થીનીઓ દ્વારા સુંદર મજાનું સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું હતું.યાત્રા દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા પણ બેટી બચાવો બેટી પઢાવો, પાણી બચાવો, પર્યાવરણ બચાવો, ટ્રાફિક નિયમન વગેરે જેવા સ્લોગનો પોસ્ટર સાથે પ્રદર્શિત કરીને લોકોને સારો સંદેશ પણ આપવાનો પ્રયત્ન કર્યો હતો.સ્વાગત વિધિ સંપન્ન થયા બાદ જીવનદીપ એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખશ્રી ધીરુભાઈ વેકરીયા અને રઘુકુળ વિદ્યાલયના આચાર્ય શ્રી ભાવેશભાઈ પંડ્યાએ ઉપસ્થિત સમગ્ર વાલીગણ, વેપારીગણ, અધિકારી, પદાધિકારી સહિત સૌ નો આભાર વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે રઘુકુળ વિદ્યાલય અને મનમંદિર વિદ્યાલયનો સમગ્ર સ્ટાફ ગણ, વિદ્યાર્થીઓ, રીલાયન્સ નગર સોસાયટીની બહેનો અને ભાઈઓ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, ધીરુભાઈ વેકરીયા અને ભાવેશભાઈ પંડ્યા બંને સૌરાષ્ટ્રના વતની છે. ધીરુભાઈ વેકરીયા રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના લીલાપુર ગામના, જ્યારે ભાવેશભાઈ પંડ્યા ભાવનગર જિલ્લાના મહુવા તાતણીયાના વતની છે. ત્યારે સમગ્ર સૌરાષ્ટ્ર પંથ માટે પણ બબ્બે ઇન્ટરનેશનલ એવોર્ડ આવવાની સાથે આ ગૌરવ રૂપ ઐતિહાસિક ઘટના બની જવા પામી છે.


લીલીયામાં ડાઘુઓ ઉપર ઝેરી મધમાખીઓનો એટેક:40ને અસર

લીલીયા લીલીયામાં રહેતા કસ્તુરબેન બચુભાઇ ભાલાળાનું નિધન થતા આજે સાંજના 6 વાગે સમશાન યાત્રા નિકળ હતી. સ્મશાને પહોંચ્યા બાદ એકાએક ઝેરી મધમાખીનું જુંડ ઉડતા સમશાન યાત્રામાં રહેલા ડાઘુઓ ઉપર મધમાખીઓ ટુટી પડી હોય તેમ અંદાજીત 40 જેટલા લોકોને દંશ દીધા હતા તેથી તત્તકાલ ઇમરજન્સી 108 મારફત ઘવાયેલાઓને સારવાર માટે ખસેડયા હતા.
જેમાં ત્રણને સરકારની દવાખાના બાદ શહેરની ખાનગી હોસ્પીટલમાં પણ સારવાર અપાઇ હતી. જયારે અમુક દર્દીઓને અમરેલી ખસેડાયા હોવાનું જાણવા મળ્યું છે.અંતીમ યાત્રા વખ્તે આ ઝેરી મધમાાખીઓનાં એટેકથી લોકોમાં નાસભાગ મચી ગઇ હતી.


અમરેલી શહેરના માણેકપરામાં રાત્રીના ધ્ાુનમાં અચાનક આવેલી ભેદી મહીલા વાનમાં નાસી છુટી

અમરેલી,અમરેલી શહેરમાં ગતરાત્રીના સમયે એક ભેદી બનાવે શહેરમાં ચકચાર મચાવી છે.આ બનાવની વિગતો એવા પ્રકારની છે કે, અમરેલીના માણેકપરામાં કાબરીયા પરિવારમાં થયેલા મરણના પ્રસંગમાં રાત્રીના સમયે ચાલતી ધ્ાુનમાં એક મહીલા આવી ચડી હતી ફોટોને ફુલ ચડાવી અને મહીલા ધ્ાુનમાં બેસી હતી અને ત્યાથી ઉભી થઇ બહાર ઉભી રહેતા પરિવારના સભ્યએ અજાણી સ્ત્રીની પુછપરછ કરતા તે ધૃજવા લાગી અને લીલીયા ચોકડી તરફ ગઇ હતી જયા ઉભેલ એક ઇકો કે જેમા બેથી ત્રણ યુવક અને યુવતીઓ બેઠા હતા તેમા ઝડપભેર બેસી હતી અને ઇકો માણેકપરા તરફ નાસી છુટી હતી જયા એ ઇકો એન્જલ સીનેમા પાસે આવી હતી જયા પોલીસની ગાડી હોય ઇકો સાઇડની ગલીમાંથી ગુમ થઇ ગઇ હતી આ મહીલા કોણ હતી શા માટે આવી હતી ? તેની અનેક ચર્ચા થઇ રહી હોય પોલીસ તંત્ર તપાસ કરે તો કંઇક નવી વિગતો બહાર આવવાની શકયતાઓ રહેલી છે.


અમરેલીના ગેંગરેપમાં વકીલ દ્વારા પીડીતાના પિતાને પતાવી દેવાની ધમકી

અમરેલી,અમરેલી શહેરમાં ચકચાર મચાવનારા ગેંગરેપમાં આજે અમરેલીની સ્પે.પોકસો કોર્ટમાં આરોપીઓના ડીએનએ લેનારા ત્રણ ડોકટરોને નામદાર કોર્ટે સાહેદી માટે બોલાવેલ અને તેમના બે તબીબોની જુબાની સ્પે. સરકારી વકીલ શ્રી ઉત્પલ દવે દ્વારા લેવાઇ હતી. તથા નવી મુદત તા. 27મીએ હોવાનું જાણવા મળેલ છે. બીજી તરફ આ કેસમાં પીડીતાના પિતાને એક વકીલે સમાધાન કરી લેવા દસથી બાર લાખનું પ્રલોભન આપી અને પીડીતાના પિતાએ ઇન્કાર કરતા તેને પતાવી દેવાની ધમકી આપી હોવાની પોલીસ ફરિયાદ નોંધાતા શહેરમાં ખળભળાટ મચી જવા પામેલ છે. આ બનાવની વિગતો એવા પ્રકારની છે કે, અમરેલીના ચકચારી ગેંગરેપની ફરીયાદ સીટી પોલીસ મથકમાં નોંધાવાઇ હતી અને હાલ આ કેસ અમરેલી કોર્ટમાં ચાલતો હોય જે કેસમાં એડવોકેટ વિજયભાઈ લચ્છાએ આ કેસમાં સમાધાન કરી લેવા તથા આરોપીને કેસમાંથી બચાવવાનાં બદલામાં રૂપીયા 10 થી 12 લાખ અપાવવા લાલચ અને પ્રલોભન આપી સમાધાન કરવાનું પીડીતાના પિતાને અમરેલી એસ.ટી. ડેપો સામે શ્યામ ડાયનિંગ હોલ નીચે જણાવતા પીડીતાના પિતાએ ના પાડેલ. જેથી એડવોકેટે પીડીતાના પિતાનેપતાવી દેવાની ધમકી આપ્યાની અમરેલી સીટી પોલીસમાં ફરીયાદ નોંધાઇ છે.


ધારીના કુબડા સરસીયાની વચ્ચે કુબડાના આધ્ોડ મહીલા અને પુરુષની કોહવાયેલ લાશ મળી આવી

ધારી,ધારીના કુબડા અને સરસીયાની વચ્ચે આવેલ ભાલમ નદીના કાંઠે આજે સાંજના સમયે કુબડાના શીલ્પાબહેન મનસુખભાઇ નસીત (ઉ.વ.40) તથા કુબડાના જ જેતુભાઇ ઓઢભાઇ વાળા (ઉ.વ.40)ની કોહવાયેલી લાશ મળી આવી હતી.
આ લાશ પડી હોવાની જાણ થતા ધારી પોલીસે સ્થળચબ ઉપર જઇ અને તપાસ કરતા ત્રણેક દિવસથી લાશ પડી હોવાનુ જણાયેલ આ લાશને ધારી લાવી પીએમ માટે દવાખાને ખસેડવાની કાયર્વાહી હાથ ધરી છે.
પ્રાથમિક રીતે આ બન્નેએ ઝેરી દવા પીધી હોય પણ તેનું કારણ શુ હોય શકે છે તેની શકયતા પણ પોલીસ ચકાસી રહી છે.
જોકે હાલમાં પોલીસ દ્વારા આ કોહવાયેલી અને જીવાત પડી ગયેલી લાશ નુ પોસ્ટ મોર્ટમ કરાવીને તેના મોતનું કારણ જાણવા માટેની તજવીજ શરૂ કરવામાં આવી છે.


અમરેલી જિલ્લાના દરિયામાંથી જહાજમાં ચોરી કરતી ગેંગ પકડાઇ

રાજુલા, રાજુલા જાફરાબાદ પીપાવાવ મહુવા અલંગ સુધી કોસ્ટગાર્ડ ની તમામ શંકાસ્પદ હિલચાલ પર નજર રાખવા માં આવે છે આજે નવાબંદર થી 8 નોટિકલ માઈલ દૂર અલજોમાર નામનું જહાજ અલંગ શિપયાર્ડ માં બ્રેકીંગ માટે જતુ હતું ત્યારે 9 જેટલા ઈસમો કીરામણી નામની બોટ લઇને ચોરી કરવા માટે જહાજ ઉપર ચડી ગયા અને ત્યાર બાદ જહાજના વીએચએફએ કોસ્ટગાર્ડની મદદ માંગતા તેજ વિસ્તાર માં પીપાવાવ કોસ્ટગાર્ડ ની ટિમ પેટ્રોલિંગ માં હતી તેે ગણતરી ની મિનિટો માં ત્યાં પહોંચી ગઇ હતી સૌ પ્રથમ કોસ્ટગાર્ડએ બોર્ડિંગ બોટ સમુદ્ર માં ઉતારી હતી અને નીચે 7 જેટલા શખ્સ બોટમાં બેસેલા હતા તેની પ્રથમ ધરપકડ કરી અને જહાજ ઉપર ચડેલા 2 ઈસમો ને ઉપર થી ધરપકડ કરી હતી અને બોટ પણ કબ્જે કરી હતી
જોકે અલંગ વિસ્તાર માં સૌથી વધુ નાની મોટી ચોરી ના બનાવ સમુદ્ર માં બનતા હતા ત્યારે વારંવાર આ પ્રકાર ની ફરિયાદો ઉઠતી હતી તેવા સમયે પીપાવાવ કોસ્ટગાર્ડને દ્વારા આજે મહત્વ પૂર્ણ સફળતા મળી હતી જોકે સમગ્ર મામલે કુલ 9 ઈસમ ની કોસ્ટગાર્ડ દ્વારા ધરપકડ કરાય હતી અને ત્યાર બાદ પીપાવાવ મરીન પોલીસ પણ દોડી હતી અને બને દ્વારા આરોપી સામે કાર્યવાહી હાથ ધરી હતી અને તેની પૂછ પરછ કરશે અને અન્ય વિસ્તાર માં કોઈ બનાવ માં કોઈ સંડોવણી છે કે કેમ ? તેને લઇ ને તપાસ નો ધમધમાટ શરૂ થયો છે બોટ સાથેના શખ્શો ને પીપાવાવ જેટી લવાયા છે અને કોસ્ટગાર્ડ દ્વારા સ્પલા ઇકબાલ હુસેન ,બેલીમ ઓસમુંભાઈ ઉમરૂભાઇ,ચૌહાણ ઇમરાન હુસેન, બારૈયા બાલુ ગબરુ,ચૌહાણ અબ્દેરમાં જુસબ,સુમરા સલિમ અલી,મંગા વીરા બાંભણીયા, ઉસ્માન જુસબ ચૌહાણ,મુહમ્મદ જુસબ ચૌહાણ તમામ નવાબંદરના રહેવાસી શખ્સોને પીપાવાવ મરીન પોલીસ ને સોંપવામાં આવ્યા છે. કોસ્ટગાર્ડના ડેપ્યુ કમાન્ડો એમ એમ મંડીએ ઘટનામાં તાકીદે એક્શન લીધા હતા પીપાવાવ કોસ્ટગાર્ડ કમાન્ડો ઓફિસર મોહબીન ખાન સાથે વાતચીત કરતા કહ્યું હતું અમારી ટિમ પેટ્રોલિંગ માં હતી ત્યારે અમને માહિતી મળી કોઈ ઈસમો દ્વારા જહાજ માં ચોરી કરાઇ રહી છે એટલે અમારા જહાજ એ તુરંત ઘટના ની ગંભીરતા દાખવી એક્શન લીધા હતા આવી ઘટના ને રોકવા માટે કોસ્ટગાર્ડ સતત પેટ્રોલિંગ કરી રહ્યું છે પીપાવાવ મરીન પોલીસ એ ખુબ સારો સહકાર આપ્યો છે.


20-02-2020