Main Menu

Friday, February 21st, 2020

 

અમરેલી,વડીયા,કુંકાવાવના રસ્તાઓ માટે 30 કરોડ મંજુર કરાયા

અમરેલી,અમરેલી,વડીયા અને કુંકાવાવ વિધાનસભા વિસ્તારના રોડ અને પુલના કામો માટે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ રૂા.26.08 કરોડ અને રૂા. 3.57 કરોડના 25 જેટલા કામો મંજુર કરી જોબ નંબર આપી દેવાતા અમરેલી પંથકની સમસ્યા લાંબા સમયે હલ થશે.અમરેલીની અમર ડેરીના ચેરમેન શ્રી અશ્ર્વીન સાવલીયાની રજુઆતથી કેન્દ્રીય કૃષિમંત્રીશ્રી પરસોતમભાઇ રૂપાલાએ ગુજરાત સરકારને કરેલી ભલામણને કારણે નાયબ મુખ્યમંત્રીશ્રી નીતીનભાઇ પટેલે આ કામોને મંજુરી આપતા શ્રી અશ્ર્વીન સાવલીયાએ તેમનો અને શ્રી રૂપાલાનો આભાર માન્યો છે.મંજુર થયેલા આ કામમાં અમરેલીથી વરૂડી,રાંઢીયા રોડ,સરંભડા,ચિતલ-મોણપુર, વડીયા હનુમાન ખીજડીયા,નાના આકડીયા-નાના માચીયાળા, બાટવા દેવળી બરવાળા રોડ, વડીયા અમરનગર રોડ, ચાપાથળ વિઠઠલપુર રોડ, તથા અમરેલીથી વરૂડી-વેણીવદર, પીપળલગ અને દહીડા રાંઢીયા સુધીના 15 કીમીના રોડને પહોળો કરવા માટે 750 લાખની રકમ મંજુર કરાઇ છે.


મુંબઇના શ્રી ઘઘડા અને શ્રી ધકાણ પરિવારમાં શુભલગ્નોત્સવ યોજાયો

મુંબઇ,મહારાષ્ટ્રના લોનાવાલા ખાતે દ્વારકા નાગેશ્ર્વરના વતની શ્રી ઘઘડા અને અમરેલી જિલ્લાના વંડાના વતની શ્રી ધકાણ પરિવારના શુભલગ્નોત્સવ દેશવિદેશના મહેમાનોની ઉપસ્થિતિમાં સંપન્ન થયા હતા.
નાગેશ્વર દ્વારકા વાળા હાલ મુંબઈ અ.સૌ. રંજનબહેન અને શ્રી કાળીદાસભાઇ વિરજીભાઇ ઘઘડાના સુપૌત્ર તથા અ.સૌ. તરુણાબહેન અને શ્રી કમલેશભાઇ કાળીદાસભાઈ ઘઘડાં નાં સુપુત્ર ચિ. ચિરાગનાં શુભ લગ્ન વંડા વાળા હાલ મુંબઈ સ્વ. પ્રભાબહેન અને સ્વ. કાળુભાઇ દેવાતભાઇ ધકાણના સુપૌત્રી અને અ.સૌ.સ્નેહલબહેન અને શ્રી અશોકભાઈ કાળુભાઈ ધકાણ ની સુપુત્રી ચિ. પાયલ બેન સાથે લોનાવાલા મુકામે યોજાયેલ હતા.
આ શુભ પ્રસંગે પ્રભુતામાં પગલા માંડી રહેલા નવદંપતિ ચિ. ચિરાગ અને ચિ. પાયલને સુરત, અમરેલી,મુંબઇ તથા દેશવિદેશથી પધારેેલા સ્નેહીઓ અને મિત્રોએ શુભઆષિશ પાઠવ્યા હતા.
મુંબઇ સોનીવાડીના કમીટી મેમ્બર શ્રી અમુભાઇ ઘઘડાના ભત્રીજા ચિ. ચિરાગના આ શુભ વિવાહ અને નવદંપતિ સત્કાર સમારોહ પ્રસંગે શ્રી હરીભાઇ દેવદાનભાઇ ધકાણ, મુંબઇના ધારાસભ્ય શ્રી યોગેશભાઇ સાગર, મુંબઇ સોનીવાડીના ચેરમેન શ્રી વિજયભાઇ સતીકુવર, શ્રી વાઘેશ્ર્વરી સેવા સમીતીના આગેવાનો, અમરેલીથી શ્રી ભરતભાઇ ચૌહાણ (અવધ ટાઇમ્સ), સુરતથી ગોપાલગ્રામવાળા શ્રી જયસુખભાઇ ધકાણ, મુંબઇથી શ્રી બાબુભાઇ સતીકુવર પાલીતાણાવાળા, સોનવડીયાવાળા શ્રી સુરેશભાઇ ઘઘડા, સુરતથી આગેવાનો સર્વ શ્રી રાકેશભાઇ સાગર, શ્રી પંકજભાઇ સાગર, શ્રી હરેશભાઇ સાગર, મુંબઇથી શ્રી બાબુભાઇ ધાણક સાવલીવાળા, મુંબઇથી પરજીયા સોની સંદેશના પુર્વ તંત્રી શ્રી જે.વી. જીણાદ્રા, શ્રી રાજુભાઇ સતીકુવર, શ્રી અમુભાઇ ઘઘડા, શ્રી પ્રદીપભાઇ એન. ધોરડા, શ્રી દિનેશભાઇ જગડા બાબરા, શ્રી હસુભાઇ ધકાણ દુબઇ તથા ધકાણ જવેલર્સ દુબઇ સહિત અનેક સ્નેહીઓ અને મિત્રોએ ઉપસ્થિત રહી અને નવદંપતિને હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી તથા મુંબઇ અને સુરત પરજીયા સોની જ્ઞાતિ સંગઠનો દ્વારા નવદંપતિને આર્શિવાદ પાઠવવામાં આવ્યા હતા.


સાવરકુંડલાને આંગણે દાનાર્થીની એક નવી પહેલ એટલે મીલનો શોરૂમ

સાવરકુંડલા,સપનાં સેવવાં સોનેરી આ શમણાં ની છે ભરમાર;લઈને તાંદુલ નીકળ્યા આજે સુદામા જવાં દ્વારકા ધામ; આવી ઊભા છે આજે રાજમહેલ ને દ્વાર, આ જાણીને દોડ્યા શ્રી કૃષ્ણ ભરી ઉરમાં હામ.આમ જોઈએ તો નામ જ એવું છે મીલનો શોરૂમ. પ્રથમ દ્રષ્ટિએ જ આકર્ષણ થાય તેવી વાત. હા, સામાન્ય રીતે આપણાં દેશમાં ટેક્ષટાઇલ ઉદ્યોગનું પણ એક જબરદસ્ત આંતરરાષ્ટ્રીય બઝાર છે. દરેક પ્રકારના આધુનિક વસ્ત્રોનાં કાપડનું ઉત્પાદન આપણા દેશની સર્વશ્રેષ્ઠ મિલોમાં થાય છે. અને તેને અવનવી રંગ અને ભાતની ડીઝીટલ ડીઝાઈનો નો ક્રેઝ આજકાલ લોકોમાં સવિશેષ જોવા મળે છે.
અહીં સાવરકુંડલા એટલે આવા શોરૂમ માટે ઘણું નાનું પડે છે. આમ છતાં એક નાવિન્ય સભર પ્રયોગ રૂપે અહીં મીલનો શોરૂમ એ બેનર હેઠળ અહીં મહુવા રોડ સ્થિત નારણ પ્લાઝા કોમર્શિયલ કોમ્પ્લેક્સ ખાતે પ્રથમ માળે આ શોરૂમ નું ઉદ્ઘાટન આજ રોજ તારીખ 20-2-2020 ના રોજ શહેરના અગ્રણીઓ ની હાજરીમાં કરવામાં આવી રહ્યું છે.
આ મીલનાં શોરૂમમાં ભારતની ખ્યાતનામ બ્ર્રાન્ડોની કંપનીઓ નાં વિવિધ બ્રાન્ડઝનાં એક્સક્લુઝીવ કુર્તી, સલવાર, સુટ તથા સાડીઓની વિશાળ રેંજ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
અને “આ શોરૂમ વ્યાવસાયિક નહીં પરંતુ ગૌસેવા નાં સેવાર્થે શરૂ કરવામાં આવેલ છે એટલે આ વ્યવસાયની નફાની તમામ રકમ સાવરકુંડલા ગૌશાળા નાં લાભાર્થે વાપરવાનું ઠેરવવામાં આવેલ છે”
અને આ નફાની રકમ સેવાર્થે વાપરવાની અહીં શ્રી વિદ્યાગુરૂ ફાઉન્ડેશન સાવરકુંડલા નાં પ્રમુખ શ્રી હરેશભાઈ મહેતા નેમ ધરાવે છે. અને ભવિષ્યમાં પણ શહેરના અન્ય સેવા લક્ષી કાર્યો કરવા પ્રતિબદ્ધ છે.આ તસવીરમાં એ સ્પષ્ટ તરી આવે છે.


પીપાવાવ ડિફેન્સનાં કર્મચારીઓ દ્વારા રાજુલામા વિરોધ પ્રદર્શન

રાજુલા,પીપાવાવ રીલાન્સ ડીફેન્સ કંપની મા કેટલાય સમય થી વિવાદો ચાલી રહ્યા છે કોન્ટ્રાક્ટરો ના પેમેન્ટ બાકી બાદ હવે કર્મચારી ઓ ના પગાર અટકી પડતા મામલો વધુ ઉગ્ર બને તેવી શકયતા જોવા મળી રહી છે જોકે કેટલાક દિવસો થી પીપાવાવ રીલાન્સ કંપની નો મોટાભાગ નો વહીવટ આઇડીબીઆઈ બેન્ક કરી રહી હોવાનુ પણ કર્મચારી ઓ દ્વારા જણાવ્યુ છે જ્યારે હાલ માં આઈ.ડી.બી.આઈ.બેન્ક અને કંપની ના બંને વહીવટ વચ્ચે કર્મચારી ઓ ત્રાહિમામ પોકારી ઉઠયા છે બીજી તરફ અહીં 6 માસ થી કામદાર કર્મચારી ઓ ના પગાર બાકી છે ત્યારે કંપની મા 3 દિવસ થી કામકાજ બંધ કરી હડતાળ પર બેસતા હતા જેના કારણે કંપની દ્વારા માસ્ટર પ્લાન બનાવ્યો આજ સવાર થી કંપની મા આવતી ખાનગી 7 જેટલી બસો બંધ કરાય હતી જેના કારણે મોટાભાગ ના કર્મચારી ઓ આજે રાજુલા રેલવે સ્ટેશન નજીક એકઠા થયા અને સુત્રોચાર સાથે વિરોધ પ્રદશન કરાયુ હતુ જેમા અનિલ અબાણી હાય હાય ના નારા સાથે સુત્રોચાર કરાયા હતા બીજી તરફ સ્થાનિક ધારાસભ્ય અંબરીશ ડેર ને પણ આ મામલે રજુઆત કરાય હતી બીજી તરફ આ યુવાનો હાલ પગાર વિહોણા બન્યા હોવાને કારણે વધુ પડતો રોષ જોવા મળ્યો હતો જ્યારે બીજી તરફ ફરીવાર 22 તારીખ એ આ કર્મચારી યુવાનો એકઠા થય આવેદન પત્ર આપે તેવી શકયતા જોવા મળી રહી છે અને આંદોલન ઉગ્ર બને તેવી પૂરે પુરી શકયતા જોવા મળી રહી છે આજે ભારે સુત્રોચાર સાથે વિરોધ જોવા મળ્યો હતો.


21-02-2020