Main Menu

Thursday, February 27th, 2020

 

જુનાગઢ અન્નક્ષેત્રમાં શ્રી ગુર્જર ક્ષત્રિય કડીયા સમાજની સુંદર સેવા

જુનાગઢમહાશિવરાત્રીના મેળામાં શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ જુનાગઢ દ્વારા છેલ્લા 65 વર્ષથી સમાજ દ્વારા અન્નક્ષેત્ર ચાલતું હતું, તે ચાલુ વર્ષે પણ પરંપરા મુજબ આયોજન કરેલ અને તેમા અમરેલીથી શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજના આગેવાન શ્રીમતી ઉર્વીબહેન અને શ્રી ભરતભાઇ ટાંકે જોડાઇને તેમા સેવા આપીે હતી અને સાધ્ાુ સંતોના આર્શિવાદ મેળવ્યા હતા.
શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ – જુનાગઢના પ્રમુખશ્રી – મેયર શ્રી ધીરુભાઈ ગોહેલ,ઉપપ્રમુખશ્રી પ્રકાશભાઈ ચૌહાણ,મંત્રીશ્રી દિનેશભાઈ કાચા દ્વારા શિવરાત્રીએ જુનાગઢમાં 65 વર્ષથી શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ ની વાડી, લંબે હનુમાન મેઈન રોડ ખાતે ચાલતા અન્નક્ષેત્રમાં અનેક મહાનુભાવો આવ્યા હતા સતાધારના મહંત શ્રી વિજયબાપુના આર્શિવાદથી યોજાયેલા આ પરંપરાગત શુભ કાર્યમાં શ્રીમતી ઉર્વીબહેન અને શ્રી ભરતભાઇ ટાંક જોડાયા હતા અને રસોડામાં શ્રીમતી ઉર્વીબહેને સેવા આપી હતી. ઉપરાંત ગુજરાત સરકારના મંત્રીશ્રી આરસી ફળદુ તથા શ્રી જયેશભાઇ રાદડીયા, શ્રી જવાહરભાઇ ચાવડા, પી.ડી. કાચા, સમાજના મહીલા પ્રમુખ શ્રીમતી મીનાબહેન ધીરુુભાઇ ગોહેલ, મમતાબહેન ટાંક તથા યુવા ટીમે જહેમત ઉઠાવી હતી.


રાજુલામાં શ્રી પુરોહિત પરિવારમાં યજ્ઞોપવિત,સગાઇ પ્રસંગ ઉજવાયા

રાજુલા,રાજુલાના વિખ્યાત ગોલ્ડમેડાલીસ્ટ એસ્ટ્રોલોજીસ્ટ અને બ્રહ્મ સમાજના આગેવાન શ્રી રમેશભાઇ પુરોહીત પરિવારમાં યજ્ઞોપવિત અને સગાઇ પ્રસંગ મહેમાનો અને સ્નેહીઓ અને મિત્રોની ઉપસ્થિતીમાં ઉજવાયો હતો.અ.સૌ.રૂપાબહેન અને શ્રી રમેશભાઇ મગનલાલ પુરોહિતની સુપુત્રી ચિ. ડૉ. નિરાલીની શુભ સગાઇ રાજુલા નિવાસી અ.સૌ. જયોત્સનાબહેન અને શ્રી પ્રકાશભાઇ મોહનભાઇ ત્રિવેદીના સુપુત્ર ચિ. ડૉ.પ્રશાંત સાથે યોજાઇ હતી.આ ઉપરાંત એક જ દિવસે બે બે શુભ પ્રસંગો ઉજવાયા હતા ગં. સ્વરૂપ ભાનુબહેન મગનલાલ પુરોહીતના પૌત્ર અને અ.સૌ.રૂપાબહેન અને શ્રી રમેશભાઇ મગનલાલ પુરોહિતના સુપુત્ર ચિ.માધવના ઉપનયન સંસ્કાર યોજાયા હતા. આ ઉપનયન અને સગાઇ પ્રસંગે રાજુલા-જાફરાબાદ અને ખાંભાના ધારાસભ્ય શ્રી અંબરીષ ડેર તથા શ્રી પુરોહીતના ના બહોળા મિત્ર વર્તુળ અને સબંધીઓ ગામે ગામથી પધાર્યા હતા અને બન્ને પ્રસંગોએ શુભકામનાઓ પાઠવી હતી.


ગુજરાતની ભૂમિને શોભાવતું અનન્ય માનવરત્ન-મોરારજી દેસાઇ

અમરેલી,ભારતના સપૂત એવા મોરારજી દેસાઇએ ગુજરાતની ભુમીને ધન્યદ કરી છે. 29મી ફેબ્રુઆરી,1896ના દિને જન્યાુઆર , આમ જોવા જઇએ તો ચાર વર્ષે એક વાર તેઓનો જન્મ. દિવસ આવે 2020ના વર્ષે તેમને- 125 વર્ષ થાય છે. ભારતના પનોતાપુત્રની અદભૂત જીવનયાત્રા વિશે જાણવું રસપ્રદ બનશે. સ્વતંત્ર ભારતના ચોથા વડાપ્રધાન બનેલા શ્રી મોરારજી દેસાઇનો જન્મ વલસાડ જિલ્લાના નાનકડા ગામ ભદેલીમાં 29મી ફેબ્રુઆરી,1896ના રોજ થયો હતો. વયોવૃધ્ધવ મોરારજીભાઇ દેસાઇ 82 વર્ષે વડાપ્રધાન પદે આવ્યા9 ત્યારરે પત્રકારના પ્રશ્નના જવાબમાં રમુજમાં કહેતા કે “હું હજું 19 વર્ષનો છું’.મોરારજીભાઇના પિતાનું નામ રણછોડજી દેસાઇ અને માતા મણિબહેન. પિતા કાઠિયાવાડમાં આવેલા ભાવનગર રાજયના શિક્ષક તરીકે નોકરી કરતા હતા. માતા-પિતાએ વારસામાં એક પુરાણું મકાન અને ચાર વિઘાં જમીન આપી હતી પરંતુ આ મિલકતથી અનેક ઘણા કિમતી એવા સદગુણો-પરમેશ્વરમાં શ્રધ્ધા્, કર્તવ્યભપાલન, સાદાઇ, સ્વતચ્છ તા, નિયમિતતા વગેરે મહામૂલ્યોા વારસમાં આપ્યાા હતા, જે જીવનભર સાથે રહયા.એમના સાવરકુંડલા સાથેના સંબંધની વાત કરીએ તો હાલ અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં આવેલી જે. વી. મોદી હાઇસ્કુલ જે વર્ષો પહેલા કુંડલા હાઈસ્કૂલના નામે જાણીતી હતી ત્યાં શિક્ષણ મેળવ્યું. આ ઈ.સ. 1928માં નિર્માણ પામેલી આ સ્કૂલ આમ તો આઝાદીની લડતની મૂક સાક્ષી પણ કહી શકાય. અને આ એ સમય છે જ્યારે સાવર અને કુંડલા બંને ગામો એકબીજાથી વિખૂટા હતા. બંને ગામની વચ્ચે અવિરત વહેતી નાવલી નદી. અને પછી બદલતા સમય પ્રવાહ સાથે બેમાંથી એક બનેલું ગામ એટલે સાવરકુંડલા.આમ સાવરકુંડલા અને વલસાડના ભદેલી ખાતે શિક્ષણ મેળવી વલસાડની આવાંબાઇ હાઇસ્કૂૂલ ખાતે માધ્યુમિક શિક્ષણ મેળવ્યું .પુત્રના લક્ષણ પારણામાં કહેવતને સાર્થક કરતા પરિવારને તેઓના ઉજજવળ ભવિષ્યં, સત્યષનિષ્ઠાવ અને આદર્શનિષ્ઠાષ, દેશભકિત જેવા ગુણોના દર્શનની અનુભૂતિ બાળવયથી જ થવા લાગી હતી. 1905માં બંગાળની ચળવળ વખતે મોરારજીભાઇ 10 વર્ષના જ હતા. દેશપ્રેમમાં ચા ન પીવાનો પ્રણ લીધો. લોકમાન્ય્ ટિળક જયારે પકડાયા અને સજા થઇ ત્યાજરે શાળામાં હડતાળ પાડી જીવનભર સ્વણદેશી રહેવાનો નિર્ધાર કર્યો હતો.એક દિવસ શાળામાં પરીક્ષા હતી. વર્ગમાં એક શિક્ષકે પોતાના પ્રિય વિદ્યાર્થીને મદદ કરી, મોરારજીભાઇએ ગેરરીતે વિશે આગેવાની લીધી અને વર્ગના બધા વિદ્યાર્થીઓ સાથે શાળા બહાર નિકળી ગયા. શિક્ષકે જયારે પોતાની ભૂલ સ્વીઅકારી ત્યાબરે જ તેઓ પાછા શાળામાં આવ્યાર. આ હતો બાળ મોરારજીભાઇનો પહેલો સત્યાગ્રિહ.
15 વર્ષની વયે એરૂ ગામના જોગીભાઇની સુપુત્રી ગજરાબેન સાથે તેમનું વેવિશાળ થયું. લગ્નના ત્રણ દિવસ અગાઉ માંદગી ભોગવતા તેમના પિતા રણછોડભાઇએ દેહ છોડયો. કુટુંબ આઘાત અને શોકગ્રસ્તઇ થયું. આ દુ:ખમાં વચ્ચેે પણ લગ્ન તો ઉકેલે જ છુટકો હતો. બન્ને પરિવારની આજ્ઞાનું પાલન કરતા મન ઉપર પથ્થઆર મુકી પિતાના મૃત્યુછના ત્રીજા દિવસે લગ્ન કરી પોતાની ફરજ પુરી કરી. આ કપરા સમયમાં માતા અને ભાઇ બહેનોને આશ્વાસનની સાથે પ્રેરણા અને હિંમત આપી પોતે વધુ દ્રઢ અને લોખંડી બન્યાં. તેમણે કુંટુંબની સઘળી જવાબદારીઓ પોતાના માથે ઉપાડી લીધી. આ સાથે ઉજજવળ કારકિર્દી માટે એકાગ્ર મને શિક્ષણ માટે સજાગ પ્રયત્નોઓ અને પૂર્વ તૈયારીઓ કરી રહ્યા હતા. પુરુષાર્થી માટે જીવનમાં કશું જ અશકય નથી. મોરારજીભાઇ ઉત્તમ શિક્ષણ મેળવી ઉચ્ચહ કક્ષાની સરકારી નોકરી મેળવવા માટે સ્વગપ્નત સેવતા હતા. ઉચ્ચમ અભ્યાગસ માટે તેઓના પિતાના સ્નેબહી વસનજી જોષીએ ભાવનગર નરેશને વાત કરી. ભાવનગર રાજય તરફથી માસિક રૂ.10ની છાત્રાવૃત્તિ આપવાનું નક્કી કરવામાં આવ્યુંટ. ત્યાકર બાદ મુંબઇમાં 1912માં વિલ્સૈન કોલેજમાં પ્રવેશ મેળવ્યોા. મુંબઇમાં ગોકુળદાસ તેજપાલ ટ્રસ્ટટ હોશિયાર વિદ્યાર્થીઓને પોતાની બોર્ડિંગમાં રાખી સહાય આપતું. મોરારજીભાઇને પણ તેની હુંફ અને છત્રછાયા મળતા કુંટુંબ ઉપરથી થોડો બોજ ઉપાડી શકયા. કોલેજ જીવનના આરંભથી જ મોરારજીભાઇએ પોતાની જવાબદારીઓ અને ભાવિ કારકિર્દીને અનુરૂપ જીવનઘડતરના કાર્યો ચીવટાઇ અને ઉત્સાજહથી અકલમાં મુકયા. મન, બુદ્ધિ અને શરીરની ત્રિવિધ કેળવણી પર પુરેપૂરું લક્ષ કેન્દ્રિ ત કર્યું. આ સિવાય મનની તાલીમ માટે ભગવત ગીતાનું અધ્યિયન કરતા, ચારિત્ર્ય ઘડતર માટે પ્રેરક સાહિત્યાનું વાંચન કરતા. ગુજરાતી ઉપરાંત અંગ્રેજી, હિન્દીે, સંસ્કૃવત, મરાઠી, ઉર્દુ ભાષાના સારા જાણકાર હતા. “ૈંહ સ્અ ફૈીુ’ નામના પુસ્તતકમાં તેઓએ પોતાના ભિન્ન- ભિન્ન વિષયો ઉપર વિચારો સ્પટષ્ટભ અને મક્કમ રીતે વ્યયકત કર્યા છે. મોરારજીભાઇનો અભ્યોસ એટલે આત્મ-સાત કરેલું જ્ઞાન. મન સાથે શરીરને કસવાનો આગ્રહ પણ ભારે. આહારવિહાર અને વ્યાઅયામ નિયમિત. આરોગ્યજને અનુકૂળ ખાવુ઼પીવું, વ્યટસન અને કુટેવોથી દૂર રહેવું. શરીરને ખડતલ બનાવે તેવી રમતો કસરતો કરવી. યુવાન હોવા છતાં મન એવું કે ખોટા પ્રલોભન અને વ્યર્થ પ્રવૃતિઓમાં પડે જ નહીં. મનોરંજન માટે જરા પણ ઘેલછા નહીં. નાટક કે સિનેમામાં ખાસ રૂચિ નહીં. આ નિયમો જીવનભર સાથે રહ્યા. જેના ફાયદા સરકારી નોકરીમાં અને અન્યન સેવાની પ્રવૃતિઓમાં જીવનભર મળયા.ઇ.1917માં બી.એની પરીક્ષા પ્રથમ વર્ગમાં પસાર કરી વિલ્સોન કોલેજમાં જ ફેલો તરીકે નિમણુંક થઇ. તેમણે ઉચ્ચ સરકારી નોકરી માટે અરજી કરી. નોકરીના ઇન્ટ રવ્યુામાં તેમને એક પ્રશ્ન પૂછવામાં આવ્યોર-જો નોકરીમાં તમને નિમણૂક કરી પસંદ નહી કરવામાં આવે તો? મોરારજીભાઇએ ખુબજ સરળતાથી સ્પણષ્ટ જવાબ આપ્યોિ-દુનિયા કયાં નાની છે? હું નિરાશ થવાનું શીખ્યોબ જ નથી. અને તેમના માટે વિશાળ દુનિયાનો માર્ગ ખુલી ગયો. વર્ષોની મહેનતે રંગ લાવ્યોક. ઇ.1918માં અમદાવાદ જિલ્લાના ડેપ્યુતટી કલેકટર તરીકે પ્રથમ નિયુકિત થઇ. પરિવાર ઘણે વર્ષે ચિંતા મુકત બન્યુંવ. ભાઇ-બહેનોના જીવન વિકાસનો માર્ગ મોકળો બન્યો્. પરિવારને મદદરૂપ બનવાના પ્રણ પુરુ કરતા તેઓને આત્મયસંતોષની અનભુતિ થઇ. આપબળથી સિધ્ધિી પ્રાપ્તુ કરનાર વ્યવકિતઓનો આત્મ વિશ્વાસ, જુસ્સો્ અને આત્માનનંદ કંઇક ઓર હોય છે. પરસેવો પાડીને રોટલો પામનારના રોટલામાં જે મીઠાશ અનુભવે છે તેનો આનંદ અવર્ણનીય હોય છે.


અમરેલી જિલ્લામાં ભેળસેળ બદલ 8 વેપારીઓને અઢી લાખનો દંડ

અમરેલી, અમરેલી જિલ્લાના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા થયેલી ચકાસણી દરમિયાન ખાદ્ય પદાર્થોમાં મળી આવેલી ભેળસેળ બદલ એડ્જ્યુડીકેટીંગ ઓફિસર અને નિવાસી અધિક કલેકટરશ્રી એ.બી પાંડોર દ્વારા આઠ કેસમાં અમરેલીના અલગ અલગ વિસ્તારના વેપારીઓને કુલ 2.50 લાખ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે. જિલ્લાના વિવિધ વિસ્તારના વેપારીઓ પાસેથી ખાદ્ય પદાર્થોના નમૂનાઓ લઇ ટેસ્ટ કરવામા આવ્યા હતા. આ નમૂનાઓ પૈકી સીંગતેલ, પાણીના પાઉચ, લૂઝ ઘી, ધાણાદાળ, મેંગો પલ્પ, સેવ અને મિક્સ મિલ્કના નમૂનાઓ નાપાસ તથા સબ સ્ટાન્ડર્ડ/ મિસ બ્રાન્ડેડ જાહેર થતા કેસ દાખલ કરવામાં આવ્યા હતા.


આજે અમરેલીના ગેંગરેપકેસમાં સ્પેશ્યલ સરકારી વકીલ શ્રી ઉત્પલ દવે અમરેલીમાં

અમરેલી,આજે અમરેલીના ગેંગરેપકેસમાં સ્પે. સરકારી વકીલ શ્રી ઉત્પલ દવે અમરેલી આવી રહયા હોય ગઇ મુદતમાં ડીએનએ ટેસ્ટને લગતી તબીબી જુબાની લેવાઇ હતી અને આજથી આ કેસ ડે ટુ ડે ચાલશે અને સ્પે. કોર્ટમાં કેસની પ્રક્રીયા આગળ વધશે તેમ સુત્રોએ જણાવ્યું હતુ.


અમરેલીના ચકકરગઢ રોડ ઉપર નાની ઉમરની વિદ્યાર્થીનીને યુવકે ચોકલેટ આપી અને…

અમરેલી,અમરેલીના ચકકરગઢ રોડે આવેલ શૈક્ષણીક સંસ્થામાં અભ્યાસ કરતી નાની ઉમરની વિદ્યાર્થીનીને ઘેર આવવામાં રોજ મોડુ થતું હોય તેમના વાલીઓએ તપાસ કરતા ચોકાવનારી વિગતો સામે આવી હતી કે કોઇ આ દિકરીને રોજ ચોકલેટની લાલચ આપી અને ભોળવવાનીકોશીશ કરતો હતો આથી આજે સાંજે અમરેલીના ચકકરગઢ રોડ ઉપર શાળામાંથી બહાર નિકળેલ માસુમને યુવાને ચોકલેટ આપતા સંતાયેલા વાલી દોડયા હતા પણ આ યુવક નાસી છુટયો હતો પણ તે પોલીસના સીસીટીવી કેમેરામાં આવી ગયો હોવાનુ અને આ બારામાં તાલુકા પોલીસમાં લેખીત અપાયાનું જાણવા મળેલ છે. આ બનાવે શહેરમાં ચકચાર મચાવી હતી.


સવાઇ બેટમાં 1896ના ગાયકવાડી નકશામાં પણ મંદિરનો ઉલ્લેખ નિકળ્યો

અમરેલી, અમરેલી જિલ્લાના દરિયામાં આવેલા શીયાળબેટ નજીકના નિર્જન એવા ટાપુ સવાઇબેટ આજકાલ ચર્ચા ની એરણે ચડયો છે આ ટાપુ ઉપર આવેલ સવાઇપીરની દરગાહ હકીકતમાં સવાભગતન જગ્યા હોવાના દાવા અને સામે પક્ષે વકફ બોર્ડ દ્વારા રજુ કરાયેલા નકશાની તપાસ દરમિયાન લાઇટ હાઉસના 1972ના સરકારી નકશામાં આ જગ્યાએ ટેમ્પલ એટલે કે હીન્દુ ધર્મ સ્થળ હોવાનુ બહાર આવ્યાનું સુત્રોએ જણાવ્યું હતુ દરમિયાન આજે જાણકાર સુત્રોએ જણાવેલ કે તંત્રની વધ્ાુ તપાસ દરમિયાન ઇસવીસન 1896ની સાલના ગાયકવાડી રાજ વખતના એક નકશામાં પણ આ જગ્યાએ મંદિર હોવાનો ઉલ્લેખ મળતા આ જગ્યાએ આસપાસના ધાર્મિકજનોએ કરેલી રજુઆતો ને વધ્ાુ એક સમર્થન મળ્યું છે.
રાષ્ટ્રની સુરક્ષા માટે અતિ મહત્વનો આ સવાઇ ટાપુ અજમલ કસાબના કનેકશનની ચર્ચાથી લોકોના ધ્યાને આવ્યો હતો હવે આ મામલે જિલ્લા મેજીસ્ટ્રેટ સમક્ષ તપાસનો સાર આવતા ત્યાથીે થનારા ચુકાદા ઉપર લોકોની મીટ મંડાઇ છે અને સરકાર આ ટાપુને ખાલસા કરી કોસ્ટગાર્ડ કે મરીન પોલીસને સોંપે તેવી પણ એક લાગણી પણ લોકોમાં છે.


27-02-2020