2022માં અમરેલી જિલ્લાની પાંચેય બેઠકો અને પાલિકા તેમજ પંચાયતો ભાજપને મળશે : શ્રી ધનસુખ ભંડેરી

  • અમરેલી જિલ્લામાં આજથી ભાજપના વિજયનો શુભારંભ થઇ ગયો છે
  • અવધ ટાઇમ્સ સાથેની મુલાકાતમાં ધારીની બેઠક ભાજપ જીતશે તેવો વિશ્વાસ વ્યક્ત કરનાર શ્રી ધનસુખભાઇ ભંડેરીનો આત્મ વિશ્વાસ સાચો પડયો

અમરેલી,
અગાઉ અમરેલી જિલ્લાની પાંચેય વિધાનસભાની બેઠકો કોંગ્રેસ પાસે હતી અને અને જિલ્લામાં ભાજપની પીછે હઠ હતી પણ અવધ ટાઇમ્સ સાથેની વાતચીતમાં રાજ્યના મ્યનીસીપલ ફાયનાન્સ બોર્ડના ચેરમેન શ્રી ધનસસુખ ભંડેરીએ અવધ ટાઇમ્સ સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે અમરેલી જિલ્લામાં આજથી ભાજપના વિજયનો શુભારંભ થઇ ગયો છે અને 2022માં અમરેલી જિલ્લાની પાંચેય બેઠકો અને હવે આવી રહેલી પાલિકા તથા જિલ્લા અને તાલુકા પંચાયતો ભાજપને મળશે.અત્રે ઉલ્લેખનીય છે કે ચુંટણી પુર્વે અવધ ટાઇમ્સ સાથેની મુલાકાતમાં ધારીની બેઠક ભાજપ જીતશે તેવો વિશ્ર્વાસ વ્યક્ત કરનાર શ્રી ધનસુખ ભંડેરીનો આત્મ વિશ્વાસ સાચો પડયો છે.