2022 માં પાર્ટીનું લક્ષ્ય છે તે સિધ્ધ કરવા માટેનાં પ્રયાસો કરીશું :વિભાવરીબેન દવે

અમરેલી,
ગુજરાતમાં નવા મંત્રી મંડળની નવી ટીમ નવી ઉર્જા સાથે આવી રહી છે ત્યારે ખુબ જ ઉત્સાહ અને ઉમંગ સાથે પુર્વ મંત્રી શ્રી વિભાવરીબેન દવેએ જણાવ્યુ કે રાજ્યમાં ભુપેન્દ્રભાઇની ટીમ આવી ગઇ છે ગુજરાતના વિકાસ સાથે પ્રજાના સહકાર સાથે જવાબદારીપુર્વક પ્રશ્ર્નોને વાચા આપી આગળ વધીશું વિકાસ માટે વિશ્ર્વાસ સંપાદન કર્યુ છે તેમાં આપણે પણ આગળ વધીએ અને ઉત્સાહમાં વધારો કરીએ સાથે સાથે 2022 માં પાર્ટીનો લક્ષ્ય છે તે સિધ્ધ કરવા પ્રયાસો કરીશુ તેમ જણાવી શ્રી વિજયભાઇ રૂપાણી, આનંદીબેન પટેલ, ભુપેન્દ્રભાઇને કાર્યોને આગળ ધપાવવા શ્રી વિભાવરીબેન દવેએ અનુરોધ કર્યો હતો. અને નવા મંત્રી મંડળને આવકાર્યુ હતુ.