21મી સુધી જિલ્લાના તમામ માર્ગોને સીલ કરી દેવામાં આવશે : કલેકટરશ્રી આયુષકુમાર ઓક

અમરેલી,અમરેલી જિલ્લામાં કોરોનાનો એક પણ પોઝીટીવ કેસ ન આવે તો આગામી 21મીએ જિલ્લામાં મનરેગા સહિત ઘણી જગ્યાએ છુટછાટ આપવામાં આવશે અને તેની તૈયારીના ભાગરૂપે 21મી સુધી જિલ્લાના તમામ માર્ગોને સીલ કરી દેવામાં આવશે તેમ અમરેલી કલેકટરશ્રી આયુષકુમાર ઓકએ અવધ ટાઇમ્સ સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ અને આંતરીક છુટ આપવા પહેલા બહારથી નિર્ધારિત માર્ગ સીવાય કોઇ ન આવે તેની પુરી તકેદારી રાખીને તમામ માર્ગો સીલ કરી ઉપર બાવળ નખી દેવામાં આવશે જેના કારણે બહારથી કોઇ નહી પ્રવેશી શકે તે સુનિશ્ર્ચીત કરી અને આંતરીક છુટ સાથે લોકડાઉનને હળવુ કરી ધંધા રોજગારને પુનં તકેદારી સાથે શરૂ કરવામાં આવશે તેમ પણ જણાવેલ.
અમરેલી જિલ્લામાં પ્રવેશતા કોરોના પ્રભાવિત વિસ્તારના અને બહારના જિલ્લા તથા રાજયોના લોકો જો જિલ્લામાં પ્રવેશી જાય તો તેની સામે કાનુની કાર્યવાહી બાદ તેને 14 દિવસ શેલ્ટરહોમમાં કવોરન્ટાઇન કરવામાં આવવાનો નિર્ણય લઇ અને આજે એક જ દિવસમાં આવા 71 લોકોને અમરેલીના વિદ્યાસભાની જગ્યા રીકવીઝીટ કરી રાખવામાં આવેલ છે અને ત્યા રાજુલામાં ચાલતી રાહત શીબીરથી સ્ટાફને મુકી દેખેરખ રખાઇ રહી હોવાનું પણ તેમણે ઉમેરેલ.