અમરેલી,
આગામી તા.24મીએ અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક સહિતની ચાર સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભામાં રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલ ઉપસ્થિત રહેનાર હોવાનું જાણવા મળેલ છે. આજે ગાંધીનગર ખાતે શ્રી દિલીપ સંઘાણીએ જિલ્લાની ચારેય મોટી સહકારી સંસ્થાઓની મળનારી સાધારણ સભા માટે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલને નિમંત્રણ પાઠવતા તેમણે આ નિમંત્રણનો સ્વીકાર કર્યો હતો. મુખ્યમંત્રીશ્રી સાથે ભારત સરકારના કેબીનેટ મંત્રી શ્રી પરશોતમ રૂપાલા તથા રાજ્ય સરકારના સહકાર મંત્રી શ્રી જગદીશ પંચાલ પણ ઉપસ્થિત રહેનાર હોવાનું જાણવા મળેલછે.આજે ગાંધીનગર ખાતે દેશના દિગ્ગજ સહકારી આગેવાન અને અમરેલી જિલ્લા બેંકના સુકાની શ્રી દિલીપ સંઘાણી તથા અમર ડેરીના ચેરમેન શ્રી અશ્ર્વિન સાવલીયાએ મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલને 24 મી વાર્ષિક સાધારણ સભામાં ઉપસ્થિત રહેવા આમંત્રણ પાઠવ્યુ હતુ.અત્રે ઉલ્લેખનીય છે કે શ્રી દિલીપ સંઘાણીએ દેશભરમાં સર્વ પ્રથમ જિલ્લાની તમામ મોટી સહકારી સંસ્થાઓની એકસાથે વાર્ષિક સાધારણ સભા યોજવાની શરૂઆત કરેલી હતી જેમાં જિલ્લા સહકારી સંઘ, જિલ્લા ખરીદ વેચાણ સંઘ, દુધ ઉત્પાદક સંઘ અમર ડેરી અને જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકની સાધારણ સભા એક સાથે યોજાય છે જેના કારણે સહકારીતા સાથે ખર્ચ પણ બચે છે અને સહકારી ક્ષેત્રે વહીવટી પારદર્શીતા પણ ઉડીને આંખે વળગે છે આ વખતે વાર્ષિક સાધારણ સભા અમર ડેરી ખાતે યોજાનાર