24 વર્ષની પરિણિતા ઉપર 65 વર્ષનાં ગુરુનો બળાત્કાર

  • ધર્મગુરુના નામને કલંક લગાડતો સાવરકુંડલાનો કિસ્સો : પુત્ર પ્રાપ્તી માટે
  • ફરિયાદ ન કરવા માટે ભોગ બનનારી 24 વર્ષની પરિણીતા ઉપર દબાણ : આરોપી કેશવદાસ પરમારની ધરપકડ

અમરેલી, સંતાનમાં પુત્રની પ્રાપ્તી માટે આંધળા થઇ લોકો કેવા અંધ શ્રધ્ધામાં આવીને પસ્તાય છે તેનો આંખ ઉઘાડનારો બનાવ સાવરકુંડલામાં પોલીસ ચોપડે ચડવા પામ્યો છે.
આ ખળભળાટ મચાવતી ઘટનાની વિગતો એવા પ્રકારની છે કે, સાવરકુંડલાના વિર મેઘમાયા નગરમાં રહેતા અને પોતાના સમાજના ગુરુના નામે ઓળખાતા 65 વર્ષ જેટલી ઉમર ધરાવતા કેશવદાસ નાનકદાસ પરમાર નામના શખ્સે પોતાના જ સમાજનીે એક 24 વર્ષની પરિણિતાને બે પુત્રી પછી પુત્રનો જન્મ થાય તેની વિધિ કરવાના બહાને વિકૃતિની તમામ સીમા પાર કરી દીધી હોવાની પોલીસ ફરિયાદ ભોગ બનનારે નોંધાવી છે.આ ફરિયાદી પરિણિતાને બે દિકરીે છે અને તે બે દિકરી ઉપર દિકરાનો જન્મ થાય તેવી વિધિ કરવાના બહાને બન્ને સીનીયર સીટીઝનની ઉમરના કેશવદાસે સમાજના ગુરુ તરીકે આ પરિણિતા સાથે અડપલા શરૂ કર્યા હતા અને આખરે આ પરિણિતાની બન્ને માસુમ પુત્રીઓને મારી નાખવાની ધમકી આપીને વિધિના બહાને ફસાઇ ગયેલી આ પરિણીતા ઉપર બે વખત કુકર્મ આચર્યુ હતુ.
આ બનાવ અંગે તપાસનિશ અધિકારી સાવરકુંડલાના પીઆઇ શ્રી રાકેશ વસાવાએ જણાવ્યું હતુ કે, આ ઘટનાની પોલીસ ફરિયાદ ન થાય તેના માટે પ્રયાસો કરાયા હતા પણ ભોગ બનનારે હિંમત કરી અને પોલીસ ફરિયાદ નોંધાવી છે અને પોલીસે આ ફરિયાદ નોંધાયા ના ગણત્રીના કલાકોમાં જ આરોપી કેશવદાસની અટક કરી અને તેના કોરોના ટેસ્ટની પ્રક્રિયા હાથ ધરી છે તેના મેડીકલ પછી પોલીસ રિમાન્ડ સહિતના મુદાઓ માટે આગળની કાર્યવાહી હાથ ધરનાર છે.