24 વર્ષે પહેલી વખત અમરેલીનો ઠેબી ડેમ છલકાયો

  • મહાત્મા મુળદાસજીના અમરેલીની જીવાદોરી જેવા ઠેબી ડેમમાં શ્રી અશ્વિન સાવલીયાએ વરૂણદેવના વધામણા કર્યા અને ડેમના દરવાજા ખોલાયા
  • ઠેબીનો રસપ્રદ ઇતિહાસ : યોજના 96માં પુરી થઇ : 2011માં ડેમ ભરાયો અને તુટયો : ફરી 14માં બન્યો અને 15માં અધુરો રાખી દરવાજા ખોલાયા : 2020માં ઠેબી છલકાયો
  • ડેમ મંજુર કરાવનાર તે વખતના જળસંપતિ મંત્રીશ્રી રૂપાલા નવો ડેમ બનાવવા નાણા અપાવનાર પુર્વમંત્રીશ્રી દિલીપભાઇ સંઘાણીનો આભાર માનતા શ્રી અશ્વિન સાવલીયા

અમરેલી,
અમરેલી શહેરની જીવાદોરી જેવા ઠેબી ડેમમાં આજે પાણીની જોરદાર આવક થતા ડેમ બન્યા પછી 24 વર્ષના ઇતિહાસમાં પહેલી વખત જ ડેમ ર્નિવિઘ્ને અને સંતોષકારક રીતે છલકાઇ ઓવરફલો થયો હતો ઠેબી ડેમ ઓવરફલો થતા અમરેલીના શહેરીજનોનાં મુખ મલકાઇ ગયા હતા અને અમર ડેરીના ચેરમેન શ્રી અશ્વિન સાવલીયાએ ઠેબી ડેમે જઇ વરૂણદેવનું પુજન કરી તેના વધામણા કરતા 10મી મીનીટે ડેમ નિર્ધારીત સપાટી સુધી છલકાતા ડેમના ત્રણ દરવાજા એક એક ફુટ સુધી ખોલવામાં આવ્યા હતા.
મહાત્મા મુળદાસજીના અમરેલીની જીવાદોરી જેવા ઠેબી ડેમનો ઇતિહાસ પણ રસપ્રદ છે જ્યારે શ્રી પરસોતમ રૂપાલા ગુજરાતના પાણી પુરવઠા વિભાગના મંત્રી હતા ત્યારે તેમણે આ ડેમ મંજુર કર્યો હતો અને ત્યાર પછી 1996 માં તેનું કામ પુરૂ થયુ હતુ જો કે વળતરના મામલે આ ડેમનો મુદો છેક દિલ્હી સુપ્રીમો કોર્ટ સુધી પહોંચ્યો હતો આખરે આ ડેમનો ભરવાનું શરૂ થયુ અને 2011 ની સાલમાં આ ડેમને દર વર્ષે તબક્કાવાર ભરવાનો હોય અને સપાટી વધારવાની હોય તે પુરી સપાટી સુધી પહોંચે તે પહેલા જ ભ્રષ્ટાચારને કારણે આ ડેમ તુટયો હતો આ સમયે અમરેલીના ધારાસભ્ય શ્રી દિલીપ સંઘાણી પાસે ગુજરાત સરકારના 12 વિભાગો હતા તેમણે ઠેબી ડેમને યુધ્ધના ધોરણે નવો બાંધવા સરકારમાંથી નાણા મંજુર કરાવ્યા હતા અને 2014 માં ડેમનું કામ પુરૂ થયુ હતુ ડેમનો નિયમ એવો હોય છે કે તેને પ્રથમ વર્ષે પુરો ન ભરે બીજા વર્ષે પોણો ભરે અને ત્રીજા વર્ષે પુરો ભરે એમ તબક્કાવાર સપાટી વધારવાની હોય છે 2015 માં જોરદાર પુર આવ્યુ પણ ત્યારે ઠેબી ડેમ પુરી સપાટીએ ભરવાનો ન હતો જેથી પાણી જવા દેવામાં આવ્યુ ત્યાર બાદ આજ સુધી ઓછા વરસાદને કારણે ડેમ છલકાયો ન હતો પણ આજે આ ડેમ બાબરા પંથકનાં સારા વરસાદને કારણે છલકાતા શહેરીજનો જોવા માટે ઉમટયા હતા.
અમર ડેરીના ચેરમેન શ્રી અશ્વિન સાવલીયાએ ઠેબી ડેમ છલકાતા જળદેવના વધામણા કરવા ડેમે જઇ વરૂણદેવનું પુજન કરી અને જળને વધાવ્યુ હતુ આ સમયે ઠેબી ડેમ 20 સે.મી. અધુરો હતો શ્રી સાવલીયાએ પુજન કર્યુ ત્યારે પ્રતિ સેકન્ડ 1 લાખ 80 હજાર લીટર પાણીની આવક ડેમમાં થઇ રહી હતી તેને પુજન કર્યાના 10મી મીનીટે જ ઠેબી ડેમ છલકાતા ત્રણ દરવાજા એક ફુટ ખોલવામાં આવ્યા હતા શ્રી અશ્વિન સાવલીયાએ વરૂણદેવનો આભાર માની આ ડેમ માટે યોગદાન આપનારા શ્રી પરસોતમભાઇ રૂપાલા અને શ્રી દિલીપભાઇ સંઘાણીનો આભાર માન્યો હતો અને આ બંને આગેવાનોએ શ્રી અશ્વિન સાવલીયાને ઠેબી ડેમ છલકાતા શુભકામના પણ પાઠવી હતી.
શહેર ભાજપ પ્રમુખ તુષાર જોષી, સાંગા ડેરીના સરપંચો શ્રી નટુભાઇ કમાણી અને શ્રી પ્રવિણભાઇ કમાણી, પ્રતાપપરાના સરપંચ શ્રી ગુણાભાઇ સાવલીયા, બક્ષીપુર તથા ભુતીયાના અને પ્રતાપપરાના ગ્રામજનો પુજન સમયે ઉપસ્થિત રહયા હતા ડેમ સાઇટ ઉપર પ્રાંત અધિકારીશ્રી ઉંધાડે સુપરવિઝન કર્યુ હતુ તથા ડેમ ઉપર શ્રી અતુલભાઇ પરમાર, પાલીકામાંથી શ્રી હસમુખ દેસાઇ, શ્રી હસમુખભાઇ ખોરાસીયા, શ્રી કારીયાએ ફરજ બજાવી હતી.