28 વર્ષમાં બાબરીયાવાડમાં અઢી લાખ લીમડાઓના ઉછેરના પ્રણેતા જીતુભાઇની વિદાયથી ઘેરો શોક

  • 68 શિબિરોથી પર્યાવરણની જાગૃતી ફેલાવનારા
  • કાઠી સમાજને કીડીયારૂ પુરી પક્ષીઓને બચાવવા માટે પ્રેરિત કરનાર શ્રી જીતુભાઇની વિદાયથી કાઠી ક્ષત્રીય સમાજમાં પણ શોક

અમરેલી,
અમરેલી જિલ્લા સહિત ગુજરાતભરમાં પર્યાવરણ માટે આજીવન સમર્પિત રહેનારા શ્રી જીતુભાઇ તળાવિયાની નિધનથી બાબરીયાવાડમાં ઘેરો શોક છવાયો છે તેમના અંતરંગ મિત્ર અને પર્યાવરણની પ્રવૃતિના પાકા ભેરૂ એવા જિલ્લા ભાજપના પુર્વ ઉપપ્રમુખ શ્રી મનુભાઇ વડલીવાળાએ જીતુભાઇ સાથેના સંસ્મરણો વાગોળતા જણાવ્યુ હતુ કે 1992 થી આજ સુધીમાં જીતુભાઇએ આ વિસ્તારમાં અઢી લાખ લીમડાઓ વાવવા માટે અને અમને સૌને કીડીયારૂ પુરી અને આ વિસ્તારમાં પહેલા કુંજ પક્ષીઓના શિકાર થતા હતા તે બંધ કરાવવા પ્રેરિત કર્યા હતા અને અમારા કાઠી ક્ષત્રીય સમાજે આ પક્ષીઓને બચાવવા માટે તેમની અપીલથી જાગૃત બની કામગીરી કરેલ જેના કારણે આજે બાબરીયાવાડમાં અઢળક પાણી વચ્ચે વસતા અને મહેમાન બની આવતા પક્ષીઓ પ્રકૃતિની ગોદમાં સુરક્ષીત છે.