શ્રી સ્વામિનારાયણ મહિલા સંસ્કાર કેન્દ્ર દ્વારા બોટાદ શ્રી સ્વામિનારાયણ મંદિરના દેવોનો દશાબ્દિ પાટોત્સવ ઉજવાયો

બોટાદ, શ્રી સ્વામિનારાયણ મહિલા કેન્દ્ર અમરેલીની ત્રીજી શાખા બોટાદ શ્રી
સ્વામિનારાયણ મહિલા કેન્દ્રમાં બિરાજીત શ્રી લક્ષ્મીનારાયણ દેવ, શ્રી ઘનશ્યામ મહારાજ, શ્રી
ગોપીનાથજી મહારાજ આદિ દેવોનો દશાબ્દિ મહોત્સવ તા.3 માર્ચથી 9 માર્ચ દરમ્યાન
સાંખ્યયોગી લીલાબાના સાનિધ્યમાં ખૂબજ ધામધૂમથી ઉજવાયો હતો.
આ પાવન પ્રસંગે બહેનો દિકરીઓને વિશેષ ભક્તિનું બળ મળે, જીવન ઘડતર થાય તથા શુભ
સંસ્કારોનું સિંચન થાય તેવા શુભ હેતુથી ભગવાન શ્રી સ્વામિનારાયણના લીલાચરિત્રોથી ભરપુર અને
સંપ્રદાયનો શિરમોડ ગ્રન્થ, સત્સંગિજીવનની કથા પારાયણ રાખવામાં આવેલ. જેના વ્યાસ પદે સાં.યો.
નાના રેખાબેન રહેલ.
દશાબ્દિ મહોત્સવ અંતર્ગત વૃક્ષારોપણ, ભૂદેવોનું પૂજન, નિરાધાર ગરીબોને સહાય, રક્તદાન કેમ્પ,
સર્વરોગ નિદાન કેમ્પ, ફળ વિતરણ પણ રાખવામાં આવેલ.
સાથે સાથે ભગવાન શ્રી સ્વામિનારાયણે મંદિરો, બાગ બગીચા, જાહેર વિભાગ વગેરે સ્થળે
મળ-મુત્ર કે થુંકવું પણ નહી એવી આજ્ઞા આપી છે તે મુજબ લીલાબાની સુચના મુજબ
સાંખ્યયોગી બહેનો તથા અન્ય બહેનો જાતે સાવરણા લઇ સ્વચ્છતા અભિયાનમાં જોડાયા હતા.
જોત જોતામાં તો બોટાદની શેરીઓ સ્વચ્છ કરી નાંખી હતી
મહોત્સવ અંતર્ગત ઘનશ્યામ જન્મોત્સવ, રંગોત્સવ, હિંડાળા ઉત્સવ, બાલિકા યુવતીઓનો
સંસ્કાર સભર સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો.
કાર્યક્રમના પ્રથમ દિવસે, બેન્ડની સુરાવલી અને વિવિધ વેશભૂષા સાથે પાળિયાદ રોડથી
કથાસ્થળ સુધી ભવ્ય પોથીયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં બહેનો જોડાયા
હતા. કથાની પૂર્ણાહૂતિ પ્રસંગે ઉત્સવમાં આર્થિક યોગદાન આપેલ બહેનોનું સન્માન કરવામાં
આવેલ