ડેડાણમાં બપોરે સુપડાધારે બે ઇંચ વરસાદ બજારમાં ગોઠણડુબ પાણી ભરાયા

ડેડાણ,
ડેડાણમાં બપોરે સુપડાધારે બે ઇંચ વરસાદ પડતા બજારમાં ગોઠળડુબ પાણી ભરાયા હતા અને ડુ વ્હીલરો તણાવા લાગ્યા હતા. નજીકના રાયડી પાટી મુંજીયાસર, ત્રાકુડા, નીંગાળા-2,ધાંગધ્રા વગેરે ગામોમાં પણ વરસાદ પડતા ગામની નદીમાં પુર આવ્યું હતુ.