300ના લીસ્ટમાંથી વધુ એક વ્યાજખોર શ્રી નિર્લિપ્ત રાયની ઝપટે

  • 4 લાખની બદલે 9 લાખ ચુકવી દીધા છતા વ્યાજખોરોની ભુખ શાંત નહોતી થતી
  • આજીવીકાનો ટ્રક વેચાવી નાખનાર ત્રણ સામે પોલીસ ફરિયાદ : અનેક લોકો વ્યાજખોરો સામે મેદાનમાં આવી રહયા છે

અમરેલી,

અમરેલીના એસપીશ્રી નિર્લિપ્ત રાય દ્વારા જિલ્લાના 300 જેટલા વ્યાજખોરોનું લીસ્ટ તૈયાર કરાયા બાદ આજે વધુ 3 વ્યાજખોરો સામે 10મી પોલીસ ફરિયાદ દાખલ થતા વ્યાજખોરોમાં ફફડાટ ફેલાયો છે.આ અંગેની વિગતો એવા પ્રકારની છે કે રાજુલામાં રહેતા ઇનુસભાઇ જમાલશા સૈયદે સાડા ત્રણેક વર્ષ પહેલા અશ્ર્વિન અનકભાઇ ખુમાણ પાસેથી રૂા. 4 લાખ 8 ટકાના વ્યાજે લીધા હતા. નકકી થયા મુજબ વ્યાજના રૂા. 2 લાખ આપેલ હતા. અને ટ્રક રૂા. 7 લાખમાં વહેચીને કુલ રૂા. 9 લાખ આપેલ હતા. છતા પણ અશ્ર્વિન અનકભાઇ, નિકુલ અનકભાઇ અને તેના માણસે ઉચા વ્યાજની ગણતરી કરી અવાર – નવાર ફોનમાં ધમકી આપી. પઠાણી ઉઘરાણી કરી મકાનનું કબ્જા વગરનું બાનાખત કરાવી ધમકી આપી વધ્ાુ ઉઘરાણી કરી ઇકો કાર જી.જે. 14 એ.એ. 9650 ની લઇ ગયાની રાજુલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.