31 ઓક્ટોબર રાષ્ટ્રવાદની ભાવનાનો ઉત્સવ બન્યો : પ્રધાનમંત્રી

નવી દિલ્હી,
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રીય એકતા દિવસ સાથે સંબંધિત કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. તેમણે સરદાર પટેલને તેમની જન્મજયંતીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. શ્રી મોદીએ રાષ્ટ્રીય એકતા દિવસ પરેડમાં બીએસએફ અને રાજ્યની વિવિધ પોલીસની ટુકડીઓ, તમામ મહિલા સીઆરપીએફ બાઇકર્સ દ્વારા ડેરડેવિલ શો, બીએસએફની મહિલા પાઇપ બેન્ડ, ગુજરાત મહિલા પોલીસ દ્વારા કોરિયોગ્રાફી કાર્યક્રમ, ખાસ એનસીસી શો, સ્કૂલ બેન્ડ્સ ડિસ્પ્લે, ઇન્ડિયન એરફોર્સ દ્વારા ફ્લાય પાસ્ટ, વાઇબ્રન્ટ ગામડાઓની આર્થિક સદ્ધરતાનું પ્રદર્શન વગેરેને નિહાળ્યા હતા.અહીં ઉપસ્થિત જનમેદનીને સંબોધન કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય એકતા દિવસ એ ભારતનાં યુવાનો અને એનાં યોદ્ધાઓની એકતાની તાકાતની ઉજવણી કરે છે.આપણે વિવિધતા ધરાવતા હોવા છતાં, આપણે એકજૂટ છીએ.” જે રીતે 15 ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીને સ્વતંત્રતા અને પ્રજાસત્તાક દિવસો તરીકે માન્યતા આપવામાં આવી છે, તેવી જ રીતે પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, 31મી ઓક્ટોબર સમગ્ર દેશમાં એકતાનું પર્વ બની ગયું છે. તેમણે લાલ કિલ્લા પર સ્વતંત્રતા દિવસની ઉજવણી, કર્તવ્ય પથ પર પ્રજાસત્તાક દિનની પરેડ અને મા નર્મદાના કિનારે સ્ટેચ્યુ ઓફ યુનિટી દ્વારા રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી રાષ્ટ્રીય ઉત્થાનની ત્રિમૂર્તિ બની ગઈ હોવાનું જણાવ્યું હતું.શ્રી મોદીએ ધ્યાન દોર્યું હતું કે, ભારતની વિકાસયાત્રામાં સૌથી મોટો અવરોધ તુષ્ટિકરણનું રાજકારણ છે અને છેલ્લાં કેટલાંક દાયકાઓથી એવું જોવા મળ્યું છે કે, તુષ્ટિકરણની રાજનીતિ કરનારા લોકો આતંકવાદ તરફ આંખ આડા કાન પણ કરે છે અને માનવતાનાં દુશ્મનો સાથે ખભેખભો મિલાવીને ઊભા રહે છે. તેમણે આવી વિચારસરણી સામે ચેતવણી આપી હતી જે દેશની એકતાને જોખમમાં મૂકે છે.હાલમાં ચાલી રહેલી અને આગામી ચૂંટણીઓના સંદર્ભમાં પ્રધાનમંત્રીએ એ જૂથ સામે ચેતવણી આપી હતી, જે સકારાત્મક રાજકારણથી સંપૂર્ણપણે વંચિત છે તથા અસામાજિક અને દેશવિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ છે. “આપણે વિકસિત ભારતના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે દેશની એકતા જાળવવાના પ્રયત્નો હંમેશા ચાલુ રાખવાના છે. આપણે જે પણ ક્ષેત્રમાં હોઈએ, તેમાં આપણું 100 ટકા આપવાનું છે. આવનારી પેઢીઓને ઉજ્જવળ ભવિષ્ય આપવાનો આ એકમાત્ર માર્ગ છે.”પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આજનું ભારત નવું ભારત છે, જ્યાં દરેક નાગરિક આત્મવિશ્વાસથી ભરેલો છે. તેમણે એ સુનિશ્ચિત કરવા પર ભાર મૂક્યો હતો કે, આ આત્મવિશ્વાસ જળવાઈ રહે અને એકતાની ભાવના યથાવત્ રહે. તેમણે સરદાર પટેલને નાગરિકો વતી નમ્ર શ્રદ્ધાંજલિ આપીને સંબોધનનું સમાપન કર્યું હતું અને રાષ્ટ્રીય એકતા દિવસની શુભકામનાઓ પાઠવી