સૌથી વધુ જુનાગઢના કેશોદ તાલુકામાં ૧ ઈંચથી વધુ વરસાદ

  • રાજ્યમાં ૨૪ કલાકમાં ૭૪ તાલુકામાં વરસાદ ખાબક્યો 

રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી મેઘ મહેર યથાવત્ છે. અત્યારસુધીમાં સૌથી વધુ સૌરાષ્ટ્રમાં વરસાદ  વરસ્યો છે. ત્યારે છેલ્લા ૨૪ કલાકમાં ૭૪ તાલુકામાં વરસાદૃી માહોલ જોવા મળ્યો છે. જેમાં ૫ તાલુકામાં સૌથી વધુ અડધાથી ૧ ઈંચ જેટલો વરસાદ પડ્યો છે.
ગઈકાલે સૌથી વધુ જુનાગઢના કેશોદ તાલુકામાં ૧ ઈંચની આસપાસ વરસાદ પડ્યો છે. ત્યારબાદ દાહોદ , તાપી, જુનાગઢ, સાબરકાંઠા, ડાંગ સહિતમાં મેઘ મહેર જોવા મળી હતી. અમદાવાદ માં કેટલાક વિસ્તારમાં સામાન્ય વરસાદ પડતા ઉકળાટનો માહોલ સર્જાયો હતો.