સાસણમાં કોરોનાની એન્ટ્રી થતા સ્વૈચ્છીક લોકડાઉનનો લેવાયો નિર્ણય

જૂનાગઢ,
જૂનાગઢ જિલ્લામાં ઘાતક કોરોના વાયરસના કેસ વધતા હવે સાસણમાં પણ કોરોનાના કેસની એન્ટ્રી થઈ છે. જેથી સાસણ ગ્રામ પંચાયત, વેપારી એસોસીએશન અને હોટેલ એસોસિએશને સામૂહિક રીતે લોકડાઉન જાહેર કર્યુ છે. કોરોનાની સાંકળ તોડવા માટે આજથી ગુરુવાર સુધી સાસણ ગીરમાં સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. લોકડાઉન જાહેર કરવા માટે સાસણ ગ્રામ પંચાયતના સરપંચ, વેપારી આગેવાનો અને વહીવટી તંત્રની એક બેઠક યોજાઇ હતી.
જે બાદ આજથી ચાર દિવસ માટે સાસણ સજ્જડ બંધ કરવામાં આવ્યુ છે. રાજ્યમાં કોરોના બેકાબૂ થઈ રહૃાો છે. છેલ્લા ચોવીસ કલાકમાં ફરી રેકોર્ડ બ્રેક ૯૬૫ નવા દર્દીઓ નોંધાયા છે અને ૨૦ દર્દીનાં મોત નીપજ્યા છે. જ્યારે ૮૭૭ દર્દીઓ સાજા થતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી. છેલ્લા ચોવીસ કલાકમાં અમદાવાદમાં ૬ અને સુરતમાં ૯ દર્દીના મોત નીપજ્યા જ્યારે દાહોદમાં બે અને ભાવનગર, ગીર સોમનાથ અને જામનગરમાં ૧-૧ દર્દીનાં મોત નીપજ્યા હતા.