અંતિમ T-20  મેચમાં ઓસ્ટ્રેલિયાએ ઇંગ્લેન્ડને હરાવ્યુ: ઇંગ્લેન્ડે 2-1 થી સીરિઝ જીતી

ઓસ્ટ્રેલિયાએ 3 મેચની T-20 સીરિઝની છેલ્લી મેચમાં ઇંગ્લેન્ડને ૫ વિકેટે હરાવ્યું. આ સાથે તેણે ઇંગ્લિશ ટીમને વ્હાઇટવોશ કરતા રોકી. યજમાને આ સીરિઝ 2-1 થી પોતાના નામે કરી.

ટોસ જીતીને આરોન ફિન્ચે બોલિંગ લીધી હતી. જોસ બટલર અને ઓઈન મોર્ગનની ગેરહાજરીમાં ઇંગ્લેન્ડ ૨૦ ઓવરમાં ૬ વિકેટે ૧૪૫ રન જ કરી શક્યું હતું. કાંગારૂએ ૩ બોલ રાખીને ૫ વિકેટે મેચ પોતાના નામે કરી. કેપ્ટન આરોન ફિન્ચ અને મિચેલ માર્શે ૩૯-૩૯ રનની ઉપયોગી ઇિંનગ્સ રમી. રાશિદે ૩ વિકેટ ઝડપી. ઇંગ્લેન્ડ માટે જોની બેરસ્ટોએ ૫૫ રન કર્યા. ઝામ્પાને ૨ વિકેટ મળી.

શ્રેણીની બીજી મેચમાં ઇંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયાને ૬ વિકેટે પરાજિત કર્યું હતું. પ્રથમ T-20 પણ ૨ રને જીત્યું હતું. આ સાથે, ઇંગ્લેન્ડની 2 વર્ષની અંદર સતત સાતમી T-20 શ્રેણી છે, જેમાં તે હાર્યું નથી. આ સમય દરમિયાન તેણે ૬ સિરીઝ જીતી હતી. ગયા મહિને પાકિસ્તાન સામેની T-20 શ્રેણી 1-1 થી ડ્રો રહી હતી.

બંને દેશો વચ્ચે અત્યાર સુધી ૧૯ T-20 થઈ છે. ઓસ્ટ્રેલિયા 10 અને ઇંગ્લેન્ડ 8 જીત્યું છે. એક મેચમાં રિઝલ્ટ આવ્યું નથી. ઇંગ્લેન્ડમાં ઓસ્ટ્રેલિયાનો રેકોર્ડ નબળો છે. બંને દેશો વચ્ચે ઇંગ્લેન્ડમાં અત્યાર સુધીમાં9 મેચ થઈ છે. આમાં ઓસ્ટ્રેલિયા માત્ર ૨ જ જીત્યું છે, જ્યારે 6 હારી ગયું છે. એક મેચમાં રિઝલ્ટ આવ્યું ન હતું.

ચાઇનીઝ એપ્લિકેશન ટિકિટોક પર પ્રતિબંધ હોવાના કારણે પોતાની ઉપર પડેલા પ્રભાવ પર ચહલે કહૃાું કે કોવિડનો સમય ખૂબ અજીબ હતો. બધાં ચિંતિત હતા. ઘરે પણ, અમે કોવિડ વિશે ચર્ચા કરી ન હતી અને આ દરેક વાતોથી ધ્યાન હટાવવા માટે ટિકટોકની જેમ જ એક્ટિવિટી કરતા રહેતા હતા. મજા માટે તે માત્ર ટાઇમ પાસ હતો. લોકડાઉન દરમિયાન ઘરે બિલકુલ ફ્રી હતા અને ઘરે કરવા માટે કઇપણ ન હતું જેથી પરિવાર પણ તેમા સામેલ થઇ ગયો.