40ની સ્પીડ વટયા કે મળશે ઇ-મેમો : અમરેલીમાં ટ્રાફીકનું પ્રાથમિક જાહેરનામુ બહાર પડયું, વાંધા-અરજી મંગાવાયા

અમરેલી,અમરેલીમાં ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે કલેક્ટર દ્વારા ખાસ જાહેરનામુ પ્રસિદ્ધ કરીન્ો નો પાર્કિંગ ઝોન, જાહેર પાર્કિંગ સ્થળો, રીક્ષા સ્ટેન્ડ અન્ો અમુક માર્ગોન્ો વન વે જાહેર કરવામાં આવ્યાં છે. આ તમામ વિસ્તારોમાં હવે સીસીટીવી કેમેરાથી મોનિટરીંગ કરવામાં આવશે.
અમરેલીમાં હાલમાં લાંબા સમયથી ટ્રાફિકની સમસ્યા લોકો માટે માથાના દુ:ખાવારુપ બની ગઈ છે અન્ો હાલમાં શહેરના તમામ વિસ્તારમાં તમામ પ્રકારની ગતિવિધિઓ પર નજર રાખવા માટે સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યાં છે અન્ો ત્ોના દ્વારા મોનિટરીં માટે કન્ટ્રોલરુમ પણ શરુ કરી દેવામાં આવ્યો છેત્યારે હવે ટ્રાફિક નિયમન કરવા માટે કલેક્ટર દ્વારા જુદા જુદા આદેશો કરવામાં આવ્યાં છે અન્ો ત્ો અમરેલીમાંથી પસાર થતાં તમામ વાહન ચાલકોન્ો લાગુ પડશે. ત્ોનું પાલન નહીં કરનારા સીસીટીવી કેમેરાની નજરથી બચી નહીં શકે અન્ો ત્ોમની સામે કાર્યવાહી કરવામાં આવશે.અમરેલીમાં લોકોની સતત અવર જવર રહે છે અન્ો ટ્રફિકની સમસ્યા સર્જાય છે ત્ોવા શહેરના મુખ્ય સ્થળોન્ો નો પાર્કિંગ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યાં છે. આ સ્થળોએ કોઈપણ પ્રકારના વાહનો પાર્ક કરવા ગુનો ગણાશે અન્ો કાર્યવાહી કરવામાં આવશે. આ જ રીત્ો લોકોન્ો પોતાના વાહનો પાર્ક કરવા માટે જુદા જુદા સ્થળો પણ જાહેર કરવામાં આવ્યાં છે. આ સ્થળો સિવાય અન્યત્ર આડેધડ પોતાના વાહનો પાર્ક કરી શકાશે નહીં. શહેરમાં રીક્ષાઓના પાર્કિંગ માટે રીક્ષા સ્ટેન્ડ પણ જાહેર કરવામાં આવ્યાં છે. અન્ો અમુક માર્ગોન્ો વન વે જાહેર કરી દેવાયા છે. આ જાહેરનામા બાબત્ો લોકો 30 દિવસમાં પોતાના વાંધા સ્ાૂચનો રજૂ કરી શકશે. આ જાહેરનામાની અસર તમામ વાહન ચાલકો પર થશે.