40 મહિલા સદસ્યોની લીડર શીપ તાલીમ શરૂ

ન્યુ દિલ્હી,
અમરેલી જીલ્લા સહકારી સંઘ ના અધ્યક્ષ શ્રી મનીષ સંઘાણી ના માર્ગદર્શન હેઠળ અમરેલી જીલ્લા સહકારી સંઘ દ્વારા ભારતીય રાષ્ટ્રીય સહકારી સંઘ ના સહયોગથી અમરેલી જીલ્લા ની સહકારી મંદલીઓ ની 40 મહિલા સદસ્યો ને ન્યુ દિલ્લી ભારતીય રાષ્ટ્રીય સહકારી સંઘ ખાતે 3 દિવસીય લીડર શીપ ડેવલોપમેન્ટ તાલીમ માટે મોકલવામાં આવી છે.ત્યારે ન્યુ દિલ્લી ખાતે ભારતીય રાષ્ટ્રીય સહકારી સંઘ અને ઇફ્કો ના અધ્યક્ષ શ્રી દિલીપભાઈ સંઘાણી, ભારતીય રાષ્ટ્રીય સહકારી સંઘ ના સી. ઈ. ઓ. શ્રી સાવિત્રી સિંહ જી અને અમરેલી જીલ્લા સહકારી સંઘ ના અધ્યક્ષ શ્રી મનીષ સંઘાણી ની ઉપસ્થિતિમાં અમરેલી જીલ્લાની 40 મહિલા સદસ્ય ની 3 દિવસીય લીડર શીપ ડેવલોપમેન્ટ તાલીમનો શુભારંભ કરવામાં આવ્યો હતો.