આજનું રાશિફળ : બુધ મહારાજ શનિના ઘરમાં હોવાથી બેન્કિંગ અને વીમા ક્ષેત્ર પણ પરેશાની ભોગવતા જોવા મળે

મેષ (અ,લ,ઈ) : તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય,આગળ વધવાની તક મળે.
વૃષભ (બ,વ,ઉ) : આવક જાવક નો હિસાબ રાખવો પડે,ખર્ચ પર અંકુશ રાખવો.
મિથુન (ક,છ,ઘ) : સગા સ્નેહી મિત્રોથી સારું રહે,પ્રગતિકારક દીવસ રહે.
કર્ક (ડ,હ) : નોકરિયાતવર્ગ ને સારું રહે,સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક.
સિંહ (મ,ટ) : ભાગ્યની દેવી રીઝતી જણાય,નવીન તક હાથ માં આવે.
કન્યા (પ,ઠ,ણ) : માનસિક વ્યગ્રતા જણાય,મન નું ધાર્યું ના થાય.
તુલા (ર,ત) : જાહેરજીવનમાં સારું રહે,યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી શકો.
વૃશ્ચિક (ન,ય) : તબિયતની કાળજી લેવી,જીવનમાં નિયમિતતાની જરૂર છે.
ધન (ધ,ભ,ફ,ઢ): પ્રણયમાર્ગે આગળ વધી શકો,પ્રિયપાત્ર થી મુલાકાત થાય.
મકર (ખ,જ) : તમામ ભૌતિક સુખ સગવડ પ્રાપ્ત થાય,દિવસ આનંદ માં વીતે.
કુંભ (ગ,સ,શ ) : નવા કાર્યમાં આગળ વધી શકો,મિત્રોની મદદ મળી રહે.
મીન (દ,ચ,ઝ,થ): તમે કરેલા કાર્યના સારા પરિણામ મેળવી શકો,દિવસ શુભ રહે.

બહુ અગાઉ અત્રે લખ્યા મુજબ અદાલતના કડક ચુકાદાઓ ચાલુ છે અને તે અન્વયે બાટલા હાઉસ કેઇસના આરોપી અરીઝ ખાનને ફાંસીની સજા આપવામાં આવી છે. આ સિવાય પણ અન્ય ઘણા મહત્વના કેઈસમાં અદાલત કડક વલણ અપનાવી રહી છે જે દંડનાયક શનિ મહારાજની અસર ગણી શકાય. શનિ મહારાજ હાલ બધાનો ન્યાય કરી રહ્યા છે અને ચીન કે જેણે પ્રકૃતિને પરેશાન કરવામાં બાકી નથી રાખી ત્યાં રેતીનું તોફાન તાંડવ મચાવી રહ્યું છે તો બીજી તરફ વિશ્વના ઘણા શક્તિશાળી દેશ તેની વિરુદ્ધ કમર કસી રહ્યા છે. ગોચર ગ્રહોની વાત કરીએ તો આનંદ પ્રમોદ અને ભોગ વિલાસ ના ગ્રહ શુક્ર મહારાજ ઉચ્ચના થવા જઈ રહ્યા છે, આમ તો 18 એપ્રિલ સુધી તે અસ્તના છે તો પણ ઉચ્ચના થતા શુક્ર મહારાજ લક્સરીએસ વસ્તુઓની ડિમાન્ડ વધારનાર બનશે અને સોના ચાંદીના ભાવમાં થોડી તેજી આવતી જોઈ શકાશે જો કે આ સમય માં શુક્ર અસ્તના હોવાથી સીને જગતને હજી મોટી લોટરી લાગવાની શક્યતા નથી વળી બુધ મહારાજ શનિના ઘરમાં હોવાથી બેન્કિંગ અને વીમા ક્ષેત્ર પણ પરેશાની ભોગવતા જોવા મળે.