5:00 વાગ્યા સુધીમાં ધારી બેઠકમાં 42 પોઈન્ટ ૧૮ ટકા મતદાન

ધારી બેઠકની પેટાચૂંટણીમાં સાંજે પાંચ વાગ્યા સુધીમાં 42. 18 ટકા મતદાન થયું હતું જેમાં ચલાલામાં સૌથી વધુ ૪૬ ટકા મતદાન નોંધાયું હતું જ્યારે મતદાનમાં અંતિમ એક કલાકનો સમય હજુ ચાલુ છે અને મતદારો મત દેવા માટે કતારમાં ઉભા છે ધારી બેઠક ઉપર મતદાન ૪૫ ટકાની ઉપર પહોંચે તેવી શક્યતા છે