અમરેલી,
કોરોના મહામારી રોગ અંતર્ગત સ્કુલ ફી 6 માસની માફ તથા પેટ્રોલ ડીઝલના ભાવ નિયંત્રણમાં રાખી અન્ય યોજનાનો લાભ આપવા મુખ્યમંત્રીશ્રી રૂપાણીને પત્ર પાઠવી ધારાસભ્ય પ્રતાપભાઇ દુધાતે કરેલી રજુઆતમાં જણાવ્યું છે કે સમગ્ર દેશ કોરોના વાયરસના ભરડામાં ચાલી રહેલ છે સરકાર તરફથી લોકડાઉન જાહેર કરવામાં આવેલ તેમાં શાળા કોલેજો સાથે શૈક્ષણિક કાર્ય બંધ હોય ત્યારે થોડા સમય પહેલા મુખ્યમંત્રીએ પ્રેસ કોન્ફરન્સ બોલાવી જાહેરાત કરી હતી કે 100 યુનીટ સુધી વિજળી બીલ માફ કરવામાંઆવશે અને આત્મનિર્ભર લોન આપવામાં આવશે શૈક્ષણિક ફી મોડી ભરાશે તો ચલાવી લેશુ તેવુ જાહેર કરેલ છતા આ યોજના માત્ર લોકોને લોભામણી અને લોલીપોપ હોય તેવુ લાગી રહયુ છે કારણકે હાલમાં વિજળી બીલ બનાવવા માટે પીજીવીસીએલના અધિકારીઓ આવી રહયા છે પરંતુ 100 યુનીટ માફ કરવામાં આવતા નથી સ્કુલ કોલેજોમાં સત્ર ફી લેવામાં આવી રહી છે. સરકાર દ્વારા 14 હજાર કરોડના રાહત પેકેજમાં ઘર વપરાશ અને ઉદ્યોગ વપરાશ માટે રાહત ભંડોળ જાહેર કરવામાં આવેલ છે તો શા માટે લોકોને રાહત આપવામાં આવતી નથી અને હાલના સમયમાં માફ ન કરવામાં આવે તો ક્યારે કરાશે તેવા સવાલો શ્રી દુધાતે કર્યા છે અને જણાવ્યું છે કે લોકો હાલ બેરોજગાર ધંધા વગરના છે પરિવાર નિર્વાહ માટે મુશ્કેલી છે પેટ્રોલ ડીઝલના ભાવ સરકાર પાછલા બારણેથી વધારી રહી છે સરકારને માત્ર જાહેરાત કરવામાં જ રસ છે માત્ર બણગા ફુકવામાં આવી રહયા છે સરકાર હકીકતમાં લોકોને માત્ર લાઇનમાં ઉભા રાખવાની નેમ લઇને આવી હોય અને કોઇ યોજનાનો લાભ આપવા માંગતી ન હોય તેવુ સ્પષ્ટ દેખાય આવે છે સરકારની જવાબદારી મુજબ સ્કુલ ફી 6 મહિનાની માફ તથા પેટ્રોલ ડીઝલના ભાવ નિયંત્રણમાં લેવા અને જાહેર કરેલ પેકેજ મુજબ ગજરાતના લોકોને લાભ આપવા ધારાસભ્ય પ્રતાપ દુધાતે માંગ કર્યાનું અખબારી યાદીમાં જણાવ્યું છે.