અમરેલી જિલ્લામાં વાવાઝોડા સાથે મેઘસવારીના સંકેતો

અમરેલી,
હજુ પણ લોકો તાઉતે વાવાઝોડાને યાદ કરી ધુ્રજી ઉઠે છે તેવા સમયે નવા વાવાઝોડાની અટકળોથી ફફડાટ ફેલાયો છે સાથે સાથે આ વખતે મેઘસવારી વાવાઝોડા સાથે આવે તેવા સંકેતો હાલની સ્થિતિ આપી રહી છે.અમરેલી જિલ્લાના દરિયાકાંઠાના જાફરાબાદમાં સવારે એક નંબરનું સીગ્નલ લાગ્યા બાદ રાત્રે બે નંબરનું સીગ્નલ ચડાવાયું છે જેનાથી વધારે પવન સાથે વરસાદની શકયતાથી કાંઠાના તંત્રને એલર્ટ કરાવાયું છે.બીજી તરફ સંભવીત વાવાઝોડા સામે લોકોએ આગોતરા પગલાઓ શરૂ કર્યા છે વાવાઝોડ સામે આગોતરા પગલા માટે અમરેલીમા સોલારની પ્લેટો ચકાસી અને જરુર લાગે તો લોકો ઉતારી રહયા છે.બીજ તરફ તંત્ર દ્વારા પણ લોકોને જણાવાયેલ છે કે, તા. 05 જૂનના રોજ દક્ષિણપૂર્વ અરબી સમુદ્ર માં બનેલ ચક્રવાતી પરિભ્રમણ (સાયક્લોનિક સર્ક્યુલેશન), ડીપ ડીપ્રેશનમાં ફેરવાયેલ છે, જે પાછલી 6 કલાકમાં 13 કિમી/કલાકની ઝડપે ઉત્તર તરફ સ્થળાંતર કરી ચુક્યું છે અને આગામી 6 કલાકમાં સાયક્લોનિક સ્ટોર્મમાં (વાવાઝોડા) પરિવર્તિત થવાની શક્યતા છે. જે પોરબંદરથી દક્ષીણ નૈરુત્ય દિશામાં 1150 કિમી દુર છે.
હાલની પરિસ્થિતિ મુજબ તે ઉત્તર-વાયવ્ય દિશામાં ગતિ કરે તેવી શક્યતા છે, જેમાં ફેરફાર થઇ શકે છે, અફવાઓ થી સાવધાન રહેવું, ભારત મૌસમ વિભાગ દ્વારા આપવામાં આવતી માહિતી થી વાકેફ રહેવું તેમ જણાવાયું છે.