69 રાજકોટ બેઠકનાં મન કી બાત કાર્યક્રમના ઇન્ચાર્જ તરીકે શ્રી દશરથસિંહ વાળાની નિમણુંક

રાજકોટ,
શ્રી નરેન્દ્રભાઇ મોદી દેશવાસીઓ સાથે દર મહિનાના છેલ્લા રવિવારે મન કી બાત કાર્યક્રમ યોજી દેશવાસીઓને નવી દિશા તરફ લઇ જવાનો પ્રયાસ કરી રહયા છે અને દેશવાસીઓ સાથે સંપર્કમાં રહે છે નાગરીકોના વિવિધ સુચનો અંગે ચર્ચા પરિસંવાદ કરે છે આ કાર્યક્રમ સફળ બને તે માટે રાજકોટ શહેર ભાજપના પ્રભારી શ્રી પ્રકાશભાઇ સોની શહેર ભાજપ પ્રમુખશ્રી મુકેશ દોશી, મહામંત્રી શ્રી અશ્ર્વિન મોલીયા, ડો. માધવ દવે અને શ્રી વિરેન્દ્રસિંહ ઝાલાએ શહેરના ઇન્ચાર્જ તરીકે શ્રી મહેશ રાઠોડ અને વિધાનસભા 68 માં શ્રી પરાગ મહેતા, 69 માં શ્રી દશરથસિંહ વાળા અને 70 માં શ્રી યોગેશ ભુવા તથા 71 માં શ્રી રસીકભાઇ કાવઠીયાને જવાબદારી સોંપી .