9મી ડિસેમ્બરના અંકમાં લખ્યા મુજબ અનેક જગ્યાએ ઈન્ક્મ ટેક્સના દરોડા પડ્યા છે

મેષ (અ,લ,ઈ) : પરિવાર સાથે આનંદ માણી શકો,મુસાફરી થાય,શુભ દિન.
વૃષભ (બ,વ,ઉ) : ભાઈ ભાંડુ સુખ સારું રહે,રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.
મિથુન (ક,છ,ઘ) : તમારા સૌમ્ય વાણી વર્તનથી અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો,શુભ દિન.
કર્ક (ડ,હ) : આજના દિવસે તમામ મોરચે તમે સારી રીતે આગળ વધી શકો.
સિંહ (મ,ટ) : વાદ વિવાદ થી દૂર રહેવું,મતભેદ નિવારવા સલાહ છે,મધ્યમ દિવસ.
કન્યા (પ ,ઠ ,ણ) : સગા સ્નેહી મિત્રોથી સારું રહે,આગળ વધવાની તક પ્રાપ્ત થાય.
તુલા (ર,ત) વેપારીવર્ગ ને મધ્યમ રહે ,નોકરિયાત વર્ગની પ્રગતિ થાય.
વૃશ્ચિક (ન ,ય) : ભાગ્યની દેવી રીઝતી જણાય,નવીન તક હાથમાં આવે.
ધન (ધ,ભ,ફ,ઢ ): દૂર દેશ થી સારા સમાચાર મળે,જુના મિત્રોને મળવાનું થાય.
મકર (ખ,જ) : જાહેરજીવનમાં સારું રહે,યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય,શુભ દિન.
કુંભ (ગ ,સ,શ) :તબિયતની કાળજી લેવી,વધુ પડતી દોડધામ નિવારવા સલાહ છે.
મીન (દ,ચ,ઝ,થ): સંતાન અંગે સારું રહે,પરિવાર સાથે આનંદ માણી શકો,શુભ દિન.

અગાઉ અત્રે 9મી ડિસેમ્બરના અંકમાં લખ્યા મુજબ અનેક જગ્યાએ ઈન્ક્મ ટેક્સના દરોડા પડ્યા છે જે બુધ મહારાજ મૂળમાં આવતા મેં તે સમય લખેલું હતું કે સરકારની આર્થિક બાબતોની તાપસ કરતી એજન્સીઓ નાણાકિય વહીવટના મૂળમાં ઉતરતી જોવા મળે જે તેના પછી અનેક કિસ્સાઓ આ પ્રકારના સામે આવ્યા છે તો હાલમાં અનેક રાજ્યમાં અમુક કંપનીઓ પર આ પ્રકારના દરોડા ચાલી રહ્યા છે. વળી મંગળ અને કેતુ યુતિના કારણે મહામારી વિશ્વના અનેક દેશોને ધ્રુજાવી રહી છે જે પરત્વે આપણે પણ વિશેષ ધ્યાન રાખવાની જરૂર રહેશે. આજરોજ ચંદ્ર મહારાજ પુષ્ય નક્ષત્રને કર્ક રાશિમાં છે. ઘણા મિત્રો તેમની રાશિને કઈ રાશિ સાથે સારું રહે તેમ પૂછતાં હોય છે તો અત્રે જણાવી દઉં કે મેષ રાશિના જાતકોને સિંહ અને ધન રાશિ સાથે વિશેષ ભળે જયારે વૃષભ રાશિના મિત્રોને કન્યા રાશિ અને મકર રાશિ સાથે સારું લેણું રહે. મિથુન રાશિના મિત્રોને તુલા અને કુંભના મિત્રો સાથે સારું રહે. એ જ રીતે કર્ક રાશિના મિત્રોને વૃશ્ચિક અને મીન રાશિ સાથે સારું રહે. આજ બાબત લગ્નથી પણ ગણી શકાય. વધુ ણાનુબંધનનો તાગ મેળવવા માટે દરેક ગ્રહ જ્યાં બેઠા હોય તે નક્ષત્ર જોવા પડે અને તેના પરથી એકબીજા પરત્વેનું ણાનુબંધન નક્કી કરી શકાય.

  • રોહિત જીવાણી