રેન્જ આઇજી શ્રી યાદવ અચાનક અમરેલી જિલ્લાના કોસ્ટલ બેલ્ટની મુલાકાતે

અમરેલી, બે દિવસ પહેલા જ અમરેલી જિલ્લા પોલીસ બેડાની વાર્ષિક સમીક્ષા કર્યા બાદ ભાવનગર રેન્જ આઇજી શ્રી અશોકકુમાર યાદવ અચાનક અમરેલી જિલ્લાના કોસ્ટલ બેલ્ટની મુલાકાતે આવ્યા હોવાનું જાણવા મળેલ છે શ્રી યાદવ દ્વારા કોસ્ટલ બેલ્ટની મુલાકાત બાદ તેમનો કેમ્પ અમરેલી જિલ્લામાં જ રહયો છે અને આજ દિવસે સૌરાષ્ટ્રની લેડી ડોન સોનુ ડાંગરને ભુજ જેલ હવાલે કરાઇ છે.ભાવનગર રેન્જ આઇજીએ નવા વર્ષને લઇને દરિયાઇ સુરક્ષા વ્યવસ્થાની સુદ્ઢતા ચકાસી અને વિવિધ મહેકમોની મુલાકાત લીધી હોવાનું જાણવા મળેલ છે.તો બીજી તરફ 31 ડીસેમ્બરને લઇને જિલ્લાભરમાં પોલીસ તંત્ર સતર્ક છે ખુદ શ્રી નિર્લિપ્ત રાય શ્રી પ્રેમસુખ ડેલુ તથા શ્રી સુશીલ અગ્રવાલ એમ ત્રણ આઇપીએસ અધિકારીઓ દ્વારા જિલ્લામાં રાઉન્ડ ધ કલોક મોનીટરીંગ કરાઇ રહયું છે. અને સાથે સાથે નશાબાજો અને ગુનાહીત કામો કરનારાઓનીે પકડવા અમરેલી જિલ્લામાં ઠેર ઠેર રોડ ઉપર પોલીસ તંત્ર ગોઠવાઇ ગયું હોય જિલ્લાભરમાં વ્યાપક ચેકીંગ હાથ ધરાયું છે.