અમરેલીના સિવિલ સર્જન પાસેથી તાકિદની અસરથી ચાર્જ લઇ લેવાયો

અમરેલી,
અમરેલી સીવીલ હોસ્પિટલમાં રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ અને સંસ્થાનું સંચાલન કરનાર વહીવટદારો વચ્ચે અહમ ટકરાવાના કારણે અગાઉ પણ એક ઉચ્ચ હોદા ઉપર ડોકટર ફરજ બજાવતા હતા. તેઓ પણ કંટાળીને પોતાએ સ્વૈચ્છીક બદલી માંગી લીધી હતી. હજી આ શાહી સુકાય નથી ત્યાં જ સીવીલ હોસ્પિટલમાં સીવીલ સર્જન તરીકે ફરજ બજાવતા ડોકટર કે.વી.રાઠોડને પણ વધારાના હવાલામાંથી મુક્ત કરવા માટે ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા સીવીલ સર્જનના વધારાના હવાલામાંથી મુક્ત કરવાનો હુકમ કરાતા તબીબી આલમમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે કોઇ હેન્ડીકેપ (અપંગ) દર્દીને પોતાની ફીટનેસ કેટલી છે તે માટેનું સર્ટીફીકેટ રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા જે તે સીવીલ હોસ્પિટલના સીવીલ સર્જન જ આપી શકે છે. ત્યારે હવે એ પ્રશ્ર્ન ઉભો થયો છે કે હેન્ડીકેપને પોતાનુ ફીટનેસનું સર્ટીફીકેટ લેવા માટે હવે કોની પાસે જવાનું તે નક્કી થઇ શકતુ નથી. આમ અમરેલી સીવીલ હોસ્પિટલમાં ફરજ બજાવતા જીલ્લા તબીબી અધિકારી ડો. કે.વી.રાઠોડને વધારાના હવાલામાંથી મુક્ત કરવામાં આવ્યા છે ગુજરાત આરોગ્ય વિભાગ દ્વારા અમરેલી સિવિલ હોસ્પિટલના સિવિલ સર્જન ડો.કે.વી.રાઠોડ ફીઝીશિયન,વર્ગ-1ને જનરલ હોસ્પિટલ અમરેલીના મુખ્ય જિલ્લા તબીબી અધિકારી-સહ-સિવિલ સર્જન વર્ગ-1નાવધારાના હાવાલામાંથી તાત્કાલિક અસથી મુકત કરવામાં આવેલ છે.ડો.કે.વી. રાઠોડને ચાર્જમાંથી મુકત કરતાં ડો.એચ.ડી.વાળા. ફુલ ટાઈમ સર્જન વર્ગ-1 જનરલ હોસ્પિટલ અમરેલીને મુખ્ય જિલ્લા તબીબી અધિકારી-સહ-સિવિલ સર્જન વર્ગ-1 જનરલ હોસ્પિટલ અમરેલીનો વધારાનો હવાલો સરકારશ્રીના અન્ય હુકમો ન થાય ત્યાં સુધી સોંપવામાં આવેલ છે. તેમ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના ઉપસચિવ આઇડી ચૌધરીએ જણાવ્યુ છે.