અમરેલી જિલ્લામાં બે વર્ષમાં કેન્સર,ક્ષય અને એઇડસથી 320ના મોત અમરેલી,ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યોની પ્રશ્ર્નોતરી દરમિયાન વિધાનસભામાં અમરેલી ચમકયું હતુ અહી : કોરોના કરતા વધારે ભોગ તો કેન્સર,ક્ષય અને એઇડસે લીધા હોવાની માહીતી સામે આવી હતી.અમરેલી જિલ્લામાં માત્ર છેલ્લા બે વર્ષમાં કેન્સર,ક્ષય અને એઇડસથી ચિંતાજનક રીતે 320ના મોત થયા છે.અમરેલી જિલ્લામાં બે વર્ષ દરમિયાન કેન્સરના 1483, એઇડસના 204 અને ક્ષયના 3266 દર્દીઓ નોંધાયા હતા અને રાજયમાં ત્રણેય રોગથી 13927 લોકોના મોત થયા હતા એક યુધ્ધ કરતા પણ વધ્ાુ ખુવારી દેખાઇ રહી છે હાલમાં ચાલતા કોરોના ના કહેરમાં તો સાતેક હજાર લોકો મર્યા છે પણ ગુજરાતમાં માત્ર બે જ વર્ષ દરમિયાન આ ત્રણ રોગમાં જ 14 હજાર જેટલા લોકોનો ભોગ લેવાયો છે. જિલ્લામાં કેન્સરથી 72,એઇડસથી 12 અને ક્ષય એટલે કે ટીબીથી 236 લોકોના મોત નિપજયા હતા માત્ર આ ત્રણ રોગે જ જિલ્લામાં 320 લોકોને અકાળે મોતની ગોદમાં પોઢાડી દીધા હોવાની માહીતી વિધાનસભામાં પ્રશ્ર્નોતરીકાળ દરમિયાન સામે આવી હતી.

xઅમરેલી,ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યોની પ્રશ્ર્નોતરી દરમિયાન વિધાનસભામાં અમરેલી ચમકયું હતુ અહી : કોરોના કરતા વધારે ભોગ તો કેન્સર,ક્ષય અને એઇડસે લીધા હોવાની માહીતી સામે આવી હતી.અમરેલી જિલ્લામાં માત્ર છેલ્લા બે વર્ષમાં કેન્સર,ક્ષય અને એઇડસથી ચિંતાજનક રીતે 320ના મોત થયા છે.અમરેલી જિલ્લામાં બે વર્ષ દરમિયાન કેન્સરના 1483, એઇડસના 204 અને ક્ષયના 3266 દર્દીઓ નોંધાયા હતા અને રાજયમાં ત્રણેય રોગથી 13927 લોકોના મોત થયા હતા એક યુધ્ધ કરતા પણ વધ્ાુ ખુવારી દેખાઇ રહી છે હાલમાં ચાલતા કોરોના ના કહેરમાં તો સાતેક હજાર લોકો મર્યા છે પણ ગુજરાતમાં માત્ર બે જ વર્ષ દરમિયાન આ ત્રણ રોગમાં જ 14 હજાર જેટલા લોકોનો ભોગ લેવાયો છે. જિલ્લામાં કેન્સરથી 72,એઇડસથી 12 અને ક્ષય એટલે કે ટીબીથી 236 લોકોના મોત નિપજયા હતા માત્ર આ ત્રણ રોગે જ જિલ્લામાં 320 લોકોને અકાળે મોતની ગોદમાં પોઢાડી દીધા હોવાની માહીતી વિધાનસભામાં પ્રશ્ર્નોતરીકાળ દરમિયાન સામે આવી હતી.