અમરેલીમાં ચિંતાજનક પ્રવાહ શરૂ : બોર્ડરે શ્રી નિર્લિપ્ત રાય ખુદ તૈનાત

અમરેલી,અમરેલી જિલ્લામાં સુરત અને અમદાવાદમાં વસતા લોકોનો પ્રવાહ ફરી ભયજનક રીતે શરૂ થતાં ચોકી ઉઠેલા એસપીશ્રી નિર્લિપ્ત રાયએ ખુદ જિલ્લાની તમામ ચેકપોષ્ટોને જિલ્લામાં પ્રવેશવાનાં અંતરીયાળ માર્ગો ઉપર તૈનાત રહેવાનો નિર્ણય લઇ આકરા અને ગંભીર પગલાઓ લેવાશે તેવો નિર્દેષ આપ્યો છે. અવધ ટાઇમ્સનાં માધ્યમથી લોકોને અપીલ કરતા એસપીશ્રી નિર્લિપ્ત રાયએ જણાવ્યું છે કે, જ્યા છો ત્યાં જ સુરક્ષીત રહો, બીજા કોઇની જીંદગીનો જોખમમાં ન મુકો, કાયદાનો ભંગ કરી જો અમરેલી જિલ્લામાં પ્રવેશવાનો પ્રયાસ કરશો તો કડક કાનુની કાર્યવાહી કરવામાં આવશે અને અમરેલી જિલ્લાના બોર્ડર સુધી આવી ગયેલા લોકોને જિલ્લામાં કોઇ કાળે પ્રવેશ આપવામાં આવશે નહીં. તેમની ઉપર કાનુની કાર્યવાહી કરી પરત જ્યાંથી આવ્યાં છે ત્યાં મોકલી આપવામાં આવશે.
અમરેલી જિલ્લાની તમામ ચેકપોસ્ટને સીસીટીવીથી સજ્જ કરી સતત જાતે તેનું મોનીટરીંગ કરી અને ચેકપોસ્ટ ઉપર આ આંખુ સપ્તાહ પોતે ખુદ ફરી દેખરેખ રાખનાર હોવાનું જણાવી લોકોને કાયદાનું પાલન કરવા અને સમાજને સંક્રમિત થતો અટકાવવા અને કોરોના સામેની લડતને સફળ બનાવવા જ્યા છે ત્યાંજ રહેવા માટે અનુરોધ કર્યો છે.