અમરેલી જિલ્લામાં લોકડાઉન યથાવત : કલેકટરશ્રી

અમરેલી,શનીવારે બપોરથી તમામ દુકાનો ખુલી જવાની છે તેવા વહેતા થયેલા અર્ધસત્યભર્યા પ્રચાર-પ્રસારને કારણે લોકો ભારે દુવિધામાં મુકાય છે હકીકતમાં લોકડાઉન અમલમાં છે અને આજે શનીવારે ગુજરાત સરકારે જે નિર્ણય લીધો છે તેનાથી અમરેલી જિલ્લામાં હાલની સ્થિતિથી કોઇ વધારે ફરક નથી પડવાનો અને લોકડાઉનની અમલવારી વધારે કઠોર થવાના સંકેત મળ્યા છે તથા જે દુકાનોને છુટ આપવામાં આવી રહી છે તે દુકાનોનો સમય પણ સવારે નવ વાગ્યાથીે બપોરના બે વાગ્યા સુધીનો જ રહેવાનો હોવાનું કલેકટરશ્રી આયુષકુમાર ઓક એ અવધ ટાઇમ્સને જણાવ્યું હતું. અમરેલી જિલ્લામાં ગુજરાતમાં અપાયેલી છુટછાટની કોઇ મોટી અસર નહી દેખાય કારણ કે, હાલમાં જે લોકડાઉન ચાલી રહ્યું છે તેમા માત્ર થોડી જ રાહત આપવામાં આવી છે. અને આખા ગુજરાતમાં એક માત્ર અમરેલી જિલ્લા મેજીસ્ટ્રેટે જે માર્ગદર્શન છે તેને બહુ જ સ્પષ્ટ રીતે આપતા જાહેરનામામાં જણાવ્યું છે કે, શોપ એક્ટ હેઠળ નોંધાયેલ બજારો અને બજાર સંકુલ તથા મલ્ટી બ્રાન્ડ અને સીંગલ બ્રાન્ડ મોલ્સ સિવાયની એકાકી રહેણાંક વિતારને અડીને આવેલ દુકાનો અને રહેણાંક સંકુલોમાં આવેલ દુકાનો સહિતની તમામ દુકાન 50 ટકા કારીગરોની ક્ષમતા અને ફરજીયાત પણે માસ્ક તથા સામાજીક અંતર સાથે ખુલી રહેશે. અને તેમાં પણ આવશ્કય ચીજવસ્તુઓ સિવાયની વસ્તુઓ જેવી કે, દારૂની પરમીટ શોપ, પાન-મસાલા, ગુુટકા સીગરેટ વિગેરેની દુકાન, હેરકટીંગ-સલુન વાણંદની દુકાન, સ્પાની દુકાન, ચાની દુકાન/લારીઓ ટી-સ્ટોલ તથા ખાણી-પીણીની દુકાનો, લારીઓ તેમજ હોટેલ, રેસ્ટોરન્ટ અને જરૂર જણાયે ઇલાયદા હુકમ કરી મનાઇ ફરમાવવામાં આવે તેવી કોઇ પણ દુકાન ખુલી રાખી શકાશે નહી.