જિલ્લામાં લોકડાઉનનું વધુ કઠોર પાલન : એસપીશ્રી

બિન જરૂરી બહાર નિકળનારા સામે વધારે આકરા પગલાઓ : ધાર્મિક ઉજવણીઓ ઉપર સખ્ત કાર્યવાહી : શેરી-મહોલ્લાઓમાં ડાયરાઓ સદંતર બંધ
અમરેલી, આજ સુધી અમરેલી જિલ્લાને કોરોના સામે અભેદ કિલ્લા જેવો રાખનાર પોલીસ તંત્રનાં વધુ કડક પગલાઓ શરૂ થયાં છે.
શનિવારે દિવસ દરમિયાન માત્ર 12 કલાકમાં જિલ્લામાં 586 વાહનો ડીટેઇન કરવામાં આવ્યાં છે અને કોરોના મુકત અમરેલી જિલ્લાને અભેદ કીલ્લો બનાવવા માટે હજુ પણ વધારે કડક પગલા લેવાશે તેવી અવધ ટાઇમ્સને વિગતો આપતા એસપીશ્રી નિર્લિપ્ત રાયએ જણાવ્યું હતું કે, અમરેલી જિલ્લામાં લોકડાઉનનું હવે વધ્ાુ કઠોર પાલન થશે. જેનાથી લોકોને સંક્રમિત થતાં અટકાવવાનાં પ્રયાસો કરવામાં આવશે.
એસપીશ્રી નિર્લિપ્ત રાયએ જણાવ્યું હતું કે, અમરેલી જિલ્લામાં તમામ વિસ્તારોમાં બિન જરૂરી બહાર નિકળનારા સામે વધારે આકરા પગલાઓ લેવામાં આવશે તથા તમામ પ્રકારની ધાર્મિક ઉજવણીઓ ઉપર સખ્ત કાર્યવાહી કરી અને શેરી-મહોલ્લાઓમાં ડાયરાઓ સદંતર બંધ કરાવાશે અને જાહેરનામાનાં નિર્દેશો અને સોશ્યલ ડીસ્ટન્સીંગનું પાલન નહી કરનાર સામે પગલાઓ ભરાશે સાથે સાથે બાઇક ઉપર એક જ સવારી અને કારમાં બે થી વધારે વ્યક્તિ પ્રતિબંધીત રહેશે અને આવશ્યક કામ સિવાય બિનજરૂરી બહાર નિકળનારા લોકો સામે લોકડાઉનનાં ભંગ હેઠળ પગલા લેવાશે. હાલમાં પણ 144ની કલમ અને કલેક્ટરશ્રીનું જાહેરનામું છે જ.