દેશમાં 17મી સુધી લોકડાઉન લંબાવાયું : ગ્રીનઝોનમાં છુટછાટ

નવીદિલ્હી, લોકડાઉનની અવધિ ફરીવાર બ્ો સપ્તાહ માટે લંબાવી દેવામાં આવી છે. દેશભરમાં રેડ, ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં વહેંચવામાં આવ્યા છે. ગ્રીન ઝોનમાં તમામ મોટી આર્થિક ગતિવિધિઓન્ો મંજુરી આપી દેવામાં આવી છે. નવા આદેશ મુજબ ગ્રીન ઝોનમાં બસો રસ્તા પર દોડી શકે છે પરંતુ બસોની ક્ષમતા 50 ટકાથી વધુ રાખી શકાશે નહીં. જેમ કે બસમાં 50 સીટની વ્યવસ્થા છે તો ત્ોમાં 25થી વધુ યાત્રી યાત્રા કરી શકશે નહીં.આવી જ રીત્ો ડેપોમાં પણ 50 ટકાથી વધુ કર્મચારીઓ કામ કરી શકશે નહીં. ધ્યાનમાં રાખવા જેવી બાબત એ છે કે, સમગ્ર દેશન્ો 733 ઝોનમાં વહેંચવામાં આવ્યું છે જેમાં 130 રેડ ઝોન, 284 ઓરેેન્જ ઝોન જ્યારે 319 ગ્રીન ઝોન જાહેર કરવામાં આવ્યા છે. ગ્રીન ઝોનના જિલ્લામાં સલુન સહિત અન્ય જરૂરી સ્ોવાઓ અનેક વસ્તુઓનો વેપાર કરનાર સંસ્થાન ચાર મેથી ખોલી દેવામાં આવશે સિન્ોમા હોલ, મોલ, જિમ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ સહિતની સેવા ઓ બંધ રહેશે. તમામ ઝોનમાં 65 વર્ષથી વધુ વય ધરાવતા લોકો અનેક ડાયાબિટીસ, હાર્ટની સમસ્યાથી ગ્રસ્ત લોકો, ગર્ભવતી મહિલાઓ, 10 વર્ષથી ઓછી વયના બાળકોન્ો માત્ર જરૂરી કામ અથવા તો સ્વાસ્થ્યન્ો લગતી જરૂરી સેવા ઓ સિવાય બહાર નિકળવા પર પ્રતિબંધ રહેશે. દેશમાં કુલ 739 જિલ્લા છે જેમાંથી 307 હજુ પણ કોરોનાગ્રસ્ત થયા નથી. એટલે કે 40 ટકાથી વધુ હોઈ શકે છે. 319 જિલ્લા ગ્રીન ઝોનમાં છે. ત્રીજી મે બાદ આ જિલ્લામાં ફેક્ટરી, દુકાનો, નાના મોટા ઉદ્યોગો સમેત ટ્રાન્સપોર્ટ અન્ો અન્ય સેવા ઓન્ો શરતો સાથે સંપ્ાૂર્ણરીત્ો ખોલવાની મંજુરી આપી દેવામાં આવી છે. આજે ગુજરાતમાં રાજય સરકાર તમામ જિલ્લાના કલેકટરો સાથે વિડીયો કોન્ફરન્સ યોજી અને ગ્રીન ઝોનમાં કેવી અને કેટલી છુટછાટ છે તેની વિશેષ છણાવટ સાથેનું માર્ગદર્શન આપનાર હોવાનું જાણવા મળેલ છે અને તેના આધારે તા.3 પછી તા.4થી નવા જાહેરનામા પ્રમાણે ગ્રીનઝોનમાં આવનારા અમરેલી જિલ્લામાં છુટછાટ આપવામાં આવનાર હોવાનું પણ વિશ્ર્વસનીય સુત્રોએ જણાવ્યું છે.