અમરેલીમાં 72 કલાકથી સંક્રમિત અને કોરોના પિડીત 70 વર્ષના માજીની કોરોના સામે ફાઇટ

અમરેલી,એક એવી કહેવત છે કે જેના મૃત્યુની ખોટી વાત ઉડે તેની આવરદા વધી જાય છે આને સાયન્ટીફીક રીતે કોઇ સાબિત નથી કરી શકયુ પણ આમા તથ્ય છે તે વાત અમરેલીના કોરોના વોર્ડમાં દાખલ કરાયેલા પ્રથમ દર્દી એવા 70 વર્ષના ટીંબલા ગામના માજીએ સાબિત કર્યુ છે આ માજીની તબીયત સુધારા ઉપર હોવાનું જાણવા મળેલ છે.
સોમવારે સુરતથી નીકળી મંગળવારે અમરેલીની શાંતાબા ગજેરા હોસ્પિટલના કોરોનાના શંકાસ્પદ વોર્ડમાં દાખલ કરાયેલા ટીંબલા ગામના માજીની હાલત મંગળવારે રાત્રે તેનો કોરોના રિર્પોટ આવ્યો તે પહેલા બગડી હતી તેને ઓક્સીજન અપાયો હતો અને બુધવારે સવારે તેનો રિર્પોટ પોઝીટીવ આવતા તેને શંકાસ્પદમાંથી કોરોનાના વોર્ડમાં ખસેડાયા હતા પણ બુધવારે સવારથી ગુરૂવારે સવાર સુધી આ માજીની હાલત ખરાબ હોય અને તેનું મૃત્યુ થયુ છે તેવી અફવાઓ ઉડી હતી પણ આ અફવામાં એક તથ્ય એ જ સાચુ હતુ કે આ માજીની તબીયત નાજુક છે બીજી ઘણી બિમારીઓ છતા પોતાના મનોબળથી આ માજી ઘાતક કોરોનાને ફાઇટ આપી રહયા છે અને મંગળવારની જેમ બુધવારે રાત્રે પણ તેમની હાલત વધ્ાુ નાજુક થઇ ગઇ હતી તેમનું બ્લડપ્રેશર સાવ લો થઇ ગયુ હતુ પરંતુ અનેક લોકોની પ્રાર્થના અને અમરેલીની ધરતીના પ્રભાવ તથા આ માજીના મક્કમ મનોબળથી આજે ગુરૂવારે સવારે તેમની હાલત સુધરી છે અને તે જાતે બેસી અને સુઇ શકે છે અને તેમની તબીયત સુધરી અને સ્થિર થઇ છે.