લોકડાઉન દરમિયાન અમરેલી જિલ્લામાં પશુપાલકોને અમુલે રૂા.60 કરોડ ચુકવ્યાં

અમરેલી,દેશની મોટી સહકારી સંસ્થા અમુલના ચેરમેન શ્રી રામશીભાઇ ભેટારીયા, એમડી શ્રી સોઢી, ડાયરેકટરશ્રી અશ્ર્વિન સાવલીયાની ઉપસ્થિતીમાં બોર્ડ બેઠક આણંદ ખાતે શનિવારે યોજાઇ હતી અને અમુલે લોકડાઉનમાં દેશના પશુપાલકોને 8 હજાર કરોડ ચુકવ્યાં હોવાની વિગતો રજુ થઇ હતી સાથે સાથે અમરેલીના ગૌરવસમી અમર ડેરી ચેરમેન શ્રી અશ્ર્વિન સાવીયાના નેતૃત્વમાં જિલ્લાની જીવાદોરી સાબિત થઇ હતી. જ્યારે તમામ ધંધા રોજગાર મરણ પથારીએ હતા ત્યારે લોકડાઉન દરમિયાન અમરેલી જિલ્લામાં પશુપાલકોને અમુલે રૂપીયા 60 કરોડ ચુકવ્યાં હતા મતલબ કે રોજ જિલ્લામાંથી 1 કરોડના દુધની ખરીદી લોકડાઉન દરમિયાન પણ શરૂ રાખી હતી.