પંચાંગ-આપની આજ અને એસ્ટ્રો-વાસ્તુ ટિપ્સ

તા ૧૦.૬.૨૦૨૦ બુધવાર, સંવંત ૨૦૭૬, જેઠ સુદ વદ પાંચમ,શ્રવણ નક્ષત્ર, ઐંદ્ર યોગ,કૌલવ કરણ આજે જન્મેલાંની ચંદ્રરાશિ મકર (ખ,જ) રહેશે.
મેષ (અ,લ,ઈ) : વિચારોનું આદાન પ્રદાન કરી શકો,મનોમંથન કરી શકો.
વૃષભ (બ,વ,ઉ) : તમારા કાર્યમાં ઈશ્વરી સહાય મળે,ધાર્યા કામ પર પડી શકો.
મિથુન (ક,છ,ઘ) : ધીમે ધીમે પરિસ્થતિ તરફેણ માં આવે,મિત્રોની મદદ મળી રહે.
કર્ક (ડ,હ) : વિવાહયોગ્ય મિત્રો માટે સારી વાત આવી શકે,શુભ દિન.
સિંહ (મ,ટ) : નકારાત્મક વિચારો દૂર કરી આગળ વધશો તો લાભ થશે.
કન્યા (પ ,ઠ ,ણ ) : ઉચ્ચ અભ્યાસ કરવા ઇચ્છતા મિત્રો ને આગળ સારું રહે.
તુલા (ર,ત) : તમામ ભૌતિક સુખ સગવડ આપતો દિવસ,પ્રગતિ થાય.
વૃશ્ચિક (ન ,ય ) : ભાઈ ભાંડુ સુખ સારું રહે,મિત્રોની મદદ થી કાર્ય સિદ્ધ થાય.
ધન (ધ ,ભ ,ફ ,ઢ ): સામાજિક કૌટુંબિક કાર્ય કરી શકો,દિવસ શુભ રહે.
મકર (ખ ,જ ) : તમારી જાતને સમજવાની તક મળે,એકાંત થી લાભ થાય.
કુંભ (ગ ,સ,શ ) : વાણી વર્તનમાં વિશેષ કાળજી રાખવી પડે,દિવસ મધ્યમ રહે.
મીન (દ ,ચ ,ઝ ,થ): મિત્રો સાથે હળવાશની પળો વિતાવી શકો,આનંદદાયક દિવસ.

એસ્ટ્રો વાસ્તુ ટિપ્સ : હાલમાં આપણે ત્રણ ગ્રહણ વચ્ચે થી પસાર થઇ રહ્યા છીએ,અગાઉ લખ્યા મુજબ ૫ જૂન થી ૫ જુલાઈ વચ્ચે ૩૦ દિવસના ટૂંકા ગાળામાં આવતા ત્રણ ગ્રહણ ઘટનાક્રમને ખુબ ઝડપી બનાવે છે જેની અસરો વિષે હું અગાઉ પણ અત્રે લખી ચુક્યો છું જેમાં મુખ્યતે કુદરતી આપદાઓ અને યુદ્ધ જેવી સ્થિતિનું નિર્માણ થવું મુખ્ય છે વળી આ સમય માં બે દેશો વચ્ચે તંગદિલી વધતી જોવા મળે અને વિશ્વના અનેક દેશમાં આંતરિક રીતે પણ ખુબ તકલીફ જોવા મળે વળી ઘણા ઉચ્ચપદે બિરાજમાન વિખ્યાત લોકો પણ બીમારી કે અન્ય અસર થી પરેશાન થતા જોવા મળે.સૂર્ય ઉચ્ચ અધિકારીઓ અને સત્તા દર્શાવે છે તે પીડિત થવા થી સત્તા પર રહેલા લોકોને પરેશાની થતી જોવા મળે વળી શેર બજાર અને ધાતુના ભાવમાં અચાનક ઉત્તર ચઢાવ જોવા મળે.વિશ્વના અનેક દેશો ગુપ્ત રીતે બાયો વેપનનો ઉપયોગ કરતા જોવા મળે જેની ખુબ માઠી અસરો વિશ્વના અનેક દેશો માં જોવા મળે.આગામી સમય માં યુદ્ધનું કોઈ ભયંકર પાસું હોય તો તે બાયો વેપન છે જેની ઝાંખી આપણે કોરોના સ્વરૂપે કરી રહ્યા છીએ આ સમયમાં વિશ્વના કોઈ દેશ માં સત્તા પરિવર્તનના યોગ પણ બને છે અને આંતરિક ઘર્ષણ પણ જોવા મળશે.
-જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી