બગસરા,બગસરા તાલુકાના ઉપરવાસના ગામોમાં ભારે વરસાદ પડવાથી હામાપુર અને ડાંગાવદર વચ્ચેની સીમમાં ખળાવાડ તરીકે ઓળખાતી નળમાં અચાનક ભારે પુર આવતા એક ગાડુ પુરમાં તણાયુ હતું. આ ગાડામાં બેઠેલ રેખાબેન શરદભાઇ થાવાણી ઉ.વ. 40, મનીષાબેન હસમુખભાઇ થાવાણી ઉ.વ. 35, યશ હસમુખભાઇ થાવાણી ઉ.વ. 7, ખુશી હસમુખભાઇ થાવાણી ઉ.વ. 6 ના મોત નિપજતા આ ચારેયની લાશ ખીજડિયાથી મળી આવતા. પોસ્ટ મોટમ માટે બગસરા સિવિલ હોસ્પિટલમાં લાવવા માટે તજવીજ હાથ ધરી છે. આ બનાવમાં એક બળદનું મોત નિપજયુ હતું. આ ઘટનાની જાણ થતા બગસરા તાલુકાના પૂર્વ ભાજપ પ્રમુખ ધીરૂભાઇ માયાણીએ મૃતકોની શોધખોળ માટે ગ્રામજનોની મદદ લઇ ભારે જહેમત ઉઠાવી હતી. સાથે સરપંચ કે.કે. થાવાણી જોડાયા હતા. આ બનાવની તંત્રને જાણ કરવામાં આવતા ટીડીઓશ્રી પંચોલી, પીઆઇશ્રી મકવાણા, તલાટી મંત્રી ઘટના સ્થળે દોડી ગયા હતા. આ બનાવ અંગેની વિગતો મેળવી હતી.
થાવાણી પરિવારના એક જ ઘરનાં ચાર સભ્યોની અણધારી વિદાયથી અરેરાટી
બગસરા,
હજુ ગઇ કાલે જ સાવરકુંડલાના શેલણામાં બે ટ્રેકટર તણાયેલ હતા ત્યાં આજે બગસરાના હામાપુર ગામના થાવાણી પરિવારના એક જ ઘરનાં ચાર સભ્યોની અણધારી વિદાયથી અરેરાટી પ્રસરી છે હામાપુર અને સમગ્ર જિલ્લામાં શોકની લાગણી ફરી વળી છે.
ખીજડીયા નજીકથી મળેલા મૃતદેહો એકત્ર કરી હામાપુર લઇ જવાની પ્રક્રિયા હાથ ધરાઇ છે.
ગોજારૂ પુર દેરાણી જેઠાણી અને ભાઇ બહેનને તાણી ગયું
બગસરા,
હામાપુરથી સવારે નાગજીભાઇ થાવાણી પોતાના બંને પુત્રો શરદભાઇ અને હસમુખભાઇ સાથે હોંશભેર વાવણી કરવા ગયા હતા પણ બપોરે પરત ફરતી વખતે ગોજારૂપુર દેરાણી જેઠાણી રેખાબેન અને મનીષાબેનને અને નાના માસુમ ભાઇ બહેન યશ અને ખુશીને તાણી ગયું હતુ આ બનાવ ત્યાં બન્યો હતો જ્યારે ગામ માત્ર બે કીમી દુર હતુ અને અચાનક નહેરામાં ઘોડાપુર આવ્યું હતુ.
મૃત્યુ પામનાર મનીષાબેન બગસરા પાલીકા પ્રમુખના મોટા બહેન થતા હતા
બગસરા,
હામાપુરના થાવાણી પરિવારના વડીલ સહિત સાતેય એક સાથે તણાયાં હતા અને તેમાં મૃત્યુ પામનાર મનીષાબેન બગસરા પાલીકા પ્રમુખ શ્રી રેખાબેન પાથરના મોટા બહેન થતા હતા આ દુર્ઘટનામાં થાવાણી પરિવારના વડીલ નાગજીભાઇ અને તેના પુત્ર એવા બંને ભાઇઓ બચી ગયાં હતા.
આ ઉપરાંત પરિવારની બંને પુત્રવધ્ાુઓ અને કુળદિપક તથા દિકરી સહિતના મૃત્યુ થયા હતા.