રાજયસભાની ચુંટણી આવી છે અને મતદાન આડે ગણત્રીના દિવસો બાકી છે અને કોંગ્રેસના ધારાસભ્યો ભાજપમાં જઇ રહયા છે તેવા સમયે આવનારી ચુંટણીના મતદાતા એવા સૌરાષ્ટ્રના કોંગી ધારાસભ્યો શ્રી પરેશ ધાનાણીના નેતૃત્વમાં તેમની હોમપીચ અમરેલી જિલ્લામાં આવી પહોંચ્યા છે.
પીઢ આગેવાન શ્રી વિરજી ઠુમ્મર, કોંગ્રેસના ફાઇટર એવા શ્રી પ્રતાપ દુધાત સહિતની ટીમે સૌ પ્રથમ રાજુલાના ધારાસભ્ય શ્રી અંબરીષ ડેરને ત્યા ધામા નાખ્યા છે
રાજયસભાની ચૂંટણી ટાણે કોંગ્રેસના સૌરાષ્ટ્રભરના ધારાસભ્યોનું અમરેલી જિલ્લામાં આગમન થતા આખા ગુજરાતની નજર વિપક્ષ નેતા શ્રીે પરેશ ધાનાણીની હોમપીચ ઉપર કેન્દ્રીત થઇ છે