અમરેલીમાં કોરોના ના વધુ 2 પોઝિટિવ : એકનું સારવારમાં મોત : મરણાંક 4

અમરેલી,અમરેલીમાં કોરોનાએ ગતિ પકડી હોય તેમ રોજ પોઝિટિવ કેસ સામે આવી રહ્યા છે. અમરેલીમાં કોરોના થી મૃત્યુ પામનાર વૃદ્ધાના તબીબ પુત્રને પણ કોરોના પોઝિટિવ આવ્યો છે.ત્યારે ધારીના ભાડેરમાં ગઈકાલે પોઝિટિવ આવેલ યુવકના પિતાનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે.
સાવરકુંડલાના નાની વડાલ ગામે મુંબઈથી આવેલા ૭૦ વર્ષના શંભુભાઈ સુહાગીયાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તે અમરેલી સારવાર લઇ રહ્યા હતા જ તેમનું આજે સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા અમરેલી શહેરમાં ત્રણ અને સાવરકુંડલા નાની વડાળ માં એક મળી માત્ર ૧૪ દિવસમાં કુલ મરણાંક ચાર થયો છે.