ન ભૂતો ન ભવિષ્યતિ: ઈતિહાસમાં પ્રથમ વખત પેટ્રોલ કરતા ડિઝલ મોંઘુ

ન્યુ દિૃલ્હી,યુપીએ સરકાર વખતે મોંઘવારી અને ખાસ કરીને પેટ્રોલ-ડિઝલના ભાવ વધારાને લઇને ભાજપ દ્વારા દિૃલ્હીની સડકો પર ભારે વિરોધ કરાતો હતો. પરંતુ અનલોક-૧માં મોદૃી સરકારે આજે સતત ૧૮મા દિૃવસે પેટ્રોલ અને ડિઝલમાંથી પેટ્રોલને બાકાત રાખીને માત્ર ડિઝલ પર ૪૮ પૈસાનો વધારો કરતાં તે સાથે જ બળતણ ક્ષેત્રે એક નવો ઇતિહાસ રચાયો હતો. જેમાં દૃેશમાં પહેલીવાર પેટ્રોલ કરતાં ડિઝલ મોંઘુ થયું હતું. દિૃલ્હીમાં આજે ડિઝલનો ભાવ રૂ. ૭૯.૮૮ પ્રતિ લિટર હતો. જ્યારે પેટ્રોલનો ભાવ રૂ. ૭૯.૭૬ પૈસા જોવા મળ્યો હતો, સામાન્ય રીતે અત્યાર સુધી બળતણના ભાવ ક્ષેત્રે એવુ જોવા મળતું હતું કે પેટ્રોલ અને ડિઝલના ભાવની વચ્ચે ૫ કે ૧૦ રૂપિયાનું અંતર રહેતું હતું. પરંતુ હવે એ અંતર ધીમે ધીમે ઓછુ થઇને ડિઝલના ભાવ પેટ્રોલની સમકક્ષ અને હવે તેનાં કરતાં પણ આગળ નિકળી જતાં નાણાં બચાવવા પેટ્રોલના બદૃલે ડિઝલથી ચાલતી કાર લેનારા વાહનમાલિકો માટે પસ્તાવોનો વારો આવી શકે તેમ છે. દિૃલ્હીમાં પેટ્રોલની િંકમત ૭૯.૭૬ રૂપિયા અને ડિઝલની િંકમત ૭૯.૪૦ રૂપિયાથી વધીને ૭૯.૮૮ રૂપિય પ્રતિ લિટર થઈ ગઈ છે.
એકતરફ સમગ્ર દૃેશ કોરોના મહામારીની ગંભીર અસર હેઠળ છે અને તેની સામે લડી રહૃાું છે, લાંબા લોકડાઉનને કારણે હજુ અર્થતંત્રની ગાડી પાટા ઉપર આવી નથી, બીજી તરફ મોંઘવારીના મારે લોકોના હાલ બેહાલ કર્યા છે. ત્યારે મોદૃી સરકારમાં સરકારી ઓઇલ કંપનીઓએ પોતાની તિજારી ભરવા માટે બળતણના ભાવમાં એકધારો વધારો શરૂ કર્યો છે. જેમાં આજે બુધવારે બે મુખ્ય બળતણમાંથી માત્ર ડીઝલના ભાવમાં સતત ૧૮માં દિૃવસે વધારો કરાયો છે. ૧૭ દિૃવસના વધારા બાદૃ આજે પેટ્રોલના ભાવમાં વધારો નથી થયો. પરંતુ બુધવારે ડીઝલના ભાવ ૪૮ પૈસા વધ્યા છે. આ સાથે દિૃલ્હીમાં એક લિટર ડીઝલના ભાવ ૭૯.૮૮ રૂપિયા સુધી બોલાઈ રહૃાા છે. આ વધારા સાથે હવે દૃેશના ઇતિહાસમાં પહેલીવાર ડીઝલ, પેટ્રોલથી પણ વધું મોંઘું થયું છે.
સૂત્રોએ કહૃાું કે, છેલ્લા ૧૭ દિૃવસથી પેટ્રોલમાં થઇ રહેલો ભાવવધારો આજે અટક્યો હતો અને આજે ફક્ત ડીઝલના ભાવમાં ૪૮ પૈસાનો વધારો નોંધાયો છે. તેના પગલે રાજધાની દિૃલ્હીમાં પેટ્રોલના ભાવ પ્રતિ લીટર ૭૯.૭૬ રહૃાા છે અને ડીઝલનો ભાવમાં વધીને ૭૯.૮૮ પ્રતિ લીટર થયો છે. આજના ભાવવધારા બાદૃ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ૨ પૈસાનો તફાવત રહૃાો છે. ઉલ્લેખનીય છે કે, ગઈ કાલે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પેટ્રોલ-ડીઝલમાં સતત થઈ રહેલ ભાવવધારાને પગલે આંદૃોલનની ચીમકી ઉચ્ચારી હતી.
સતત ભાવ વધારો ઝીંકીને ઓઈલ કંપનીઓ તીજોરી છલકાવી રહી છે. છેલ્લા ૧૮ દિૃવસથી ભાવવધારાથી સામાન્ય માણસની કમર તૂટી ગઈ છે. પેટ્રો પેદૃાશો પરની એક્સાઈઝ ડ્યૂટી વધારીને સરકાર પણ લોકો પર ભાવવધારાનો કોરડો વીંઝી રહી છે. કોરોના લોકડાઉનને કારણ ૮૨ દિૃવસ સુધી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો ન હતો તેની વસૂલાત ઓઈલ કંપનીઓ હવે વ્યાજ સાથે કરી રહી હોય એવું લાગે છે. ઓઈલ કંપનીઓએ જૂન ૨૦૧૭થી બંન્ને પેટ્રો પેદૃાશોના ભાવમાં દૃરરોજ વધઘટ કરવાની શરૂઆત કર્યા પછી તેમાં સૌથી મોટો વધારો થઈ રહૃાો છે.
સૂત્રોના જણાવ્યાં પ્રમાણે, અન્ય દૃેશોમાં સામાન્ય રીતે ડીઝલના ભાવ પેટ્રોલ કરતા વધુ હોય છે. જેનું મુખ્ય કારણ એ હોય છે કે તેનો ઉત્પાદૃન ખર્ચ પેટ્રોલની સરખામણીએ વધારે હોય છે. પરંતુ ભારતમાં સરકારે અત્યાર સુધી સબ્સિડી અને ટેક્સના માધ્યમથી આને સસ્તું રાખવાનો પ્રયાસ કર્યો છે. કારણે કે ખેતી, ટ્રાન્સપોર્ટ અને વીજળી જેવા જરૂરી કામોમાં ડિઝલનો ઉપયોગ વધુ થાય છે.
ઉલ્લેખનીય છે કે મે, ૨૦૧૭ સુધી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં દૃર પંદૃર દિૃવસે વધારો કરવામાં આવતો હતો. પરંતુ ત્યારબાદૃ ઓઇલ કંપનીઓ દ્વારા દૃૈનિક ધોરણે ભાવવધારો કરવામાં આવે છે. લોકડાઉન દૃરમિયાન ૮૨ દિૃવસ સુધી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો ન હતો. ઓઇલ માર્કેિંટગ કંપનીઓએ સાત જૂનથી દૃૈનિક ધોરણે ભાવમાં ફેરફાર કરવાનું શરૂ કર્યુ છે. ઓઇલ માર્કેિંટગ કંપનીઓ દ્વારા સમગ્ર દૃેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવે છે પણ દૃરેક રાજ્યમાં વેટનો દૃર અલગ હોવાથી દૃરેક રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ અલગ અલગ જોવા મળે છે. આ અગાઉ દિૃલ્હીમાં ડીઝલનો સૌથી વધુ ભાવ ૧૬ ઓક્ટોબર, ૨૦૧૮ના રોજ ૭૫.૬૯ રૂપિયા હતો. જ્યારે પેટ્રોલનો સૌથી વધુ ભાવ ચાર ઓક્ટોબર, ૨૦૧૮ના રોજ ૮૪ રૃપિયા હતો.