પિથૌરાગઢમાં ચીન સરહદૃને જોડતો એકમાત્ર પુલ તૂટ્યો, ટ્રક નદૃીમાં પડ્યો

ભારતીના જવાનો આ પુલ મારફતે જ ચીન સરહદૃે પહોંચે છે

 

પિથૌરગઢ,
ઉત્તરાખંડ સ્થિત પિથૌરાગઢમાં મુનસ્યારી-મિલન મોટર માર્ગ પર નિર્માણ કરેલો વેલી પુલ અધવચ્ચે તૂટી ગયો હતો. આ પુલ ચીન સરહદૃ સુધી પહોંચવા માટે એકમાત્ર વિકલ્પ હતો. પ્રાપ્ત વિગતો મુજબ પુલ પરથી એક લોડેડ ટ્રક પોકલેન્ડ મશિન લઈને પસાર થઈ રહૃાો હતો. ટ્રક અને મશિનના વજનને પગલે પુલ અધવચ્ચેથી તૂટી ગયો હતો. પુલ પરથી પસાર થઈ રહેલો ટ્રક અને પોકલેન્ડ મશિન પણ નદૃીમાં ખાબક્યા હતા. ભારતને ચીન સરહદૃથી જોડતા અત્યંત મહત્વનો પુલ ટ્રક ડ્રાઈવરની બેદૃરકારીથી તૂટતા તેની સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
આ દૃુર્ઘટનામાં ટ્રક ચાલક તેમજ ક્લિનરને ઈજા પહોંચી હોવાનુ જણાયું છે. હાલમાં બન્નેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ટ્રક ચાલકને પુલ નબળો પડી ગયો હોવાની માહિતી અપાઈ હતી. આ જ પુલ મારફતે લશ્કરના જવાનો રસદૃ, મિલમ થઈને ચીન સરહદૃ સુધી પહોંચે છે. આ ઉપરાંત મિલમ ગામના સાત હજાર લોકો પણ આ જ પુલ પરથી અવરજવર કરે છે. પુલ તૂટવાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયો છે.
આ વીડીયોમાં સ્પષ્ટ જોવા મળે છે કે પુલ પરથી લોડેડ ટ્રક પસાર થાય છે ત્યારે અધવચ્ચે જ પુલ બે ભાગમાં તૂટી પડે છે અને ટ્રક તેમજ પોકલેન્ડ મશિન નીચે નદૃીમાં પડે છે. ટ્રકની પાછળ પુલ પર ચાલતા આવતો શખ્સ પણ આ દૃુર્ઘટનામાં નીચે પડી જાય છે.