મુંબઈ,સુશાંતિંસહ રાજપૂતની આત્મ હત્યાથી તેના પરિવારજનો કે ફેન્સને જ નહીં પરંતુ બોલિવૂડના લોકોને પણ આઘાત લાગ્યો છે. એમ કહેવાય છે કે તે છેલ્લા કેટલાક સમયથી ડિપ્રેશનમાં હતો. સુશાંતના ફેન્સે સોશિયલ મીડિયા પર એ લોકોની વિરુદ્ધમાં આંદૃોલન શરૂ કર્યું છે કે જે લોકો નેપોટિઝમને પ્રોત્સાહન આપે છે. સુશાંત િંસહના મોત બાદૃ બિહારમાં સલમાન ખાન, આલિયા ભટ્ટ અને કરણ જોહરના પૂતળા બાળવામાં આવ્યા હતા. હવે બિહારમાં લોકોએ સલમાન ખાન, આલિયા ભટ્ટ અને કરણ જોહર ની ફિલ્મનો બહિષ્કાર કરવાનો સંકલ્પ કર્યો છે.
સુશાંત િંસહના ફેન્સ તેના મૃત્યુ પછી તેમના પ્રિય અભિનેતાના જુના ફોટો અને વિડિયોનો સહારો લઇને તેને શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે. ઈન્ટરનેટ પર આવતા રિપોર્ટસ મુજબ એમ કહેવામાં આવી રહૃાું છે કે બોલિવુડમાં નેપોટિઝમના કારણે સુશાંતિંસહ રાજપૂતના હાથમાંથી કેટલાય પ્રોજેક્ટ નીકળી ગયા હતા. આ કારણે જ એ વધુ પરેશાન રહેતો હતો અને એટલે જ તેણે આવું ખતરનાક પગલું ભર્યું. હવે બિહારમાં લોકોએ સલમાન ખાન કે કરણ જોહરની ફિલ્મોનો બોયકોટ કરવાનું નક્કી કર્યું છે. ૧૪મી જને સુશાંતે મુંબઈના બાંદ્રા ખાતેના તેના એપાર્ટમેન્ટમાં ગળે ફાંસો ખાઈને આત્મ હત્યા કરી હતી. આ મામલે થઈ રહેલા વિવિધ આક્ષેપોની પોલીસ તપાસ કરી રહી છે.